• Gujarati News
  • Many Year Waiting For Mohankhoba Plan Unveiled In Garabada Latest News

ગરબાડા:વર્ષોથી લોકાર્પણની રાહ જોતી મોહણખોબ યોજના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ગરબાડાના નવાતરીયામાં મોહણખોબ યોજનાની અધુરી કામગીરીના પગલે પ્રજાએ તળાવવાળા કુવા પર આવવું પડે છે. )
-5 માસ અગાઉ 15 દિવસમાં યોજનાનો હવાલો ગ્રા.પં.ને આપવાની બાંયધરીનું પણ સૂરસૂરિયું
-હાલમાં પણ યોજનાને લઇને કામ બાકી હોવાથી તેનો હવાલો પંચાયતને કાયદેસર અપાતો નથી

ગરબાડા:ગરબાડા ખાતે પાછલા ઘણા લાંબા સમયથી ચાલતી પાણી પુરવઠાની મોહણખોબ યોજનાને પૂર્ણ કરી તેનો હવાલો ગ્રામ પંચાયતને સોંપીશું આવા વચનો ના.કા.ઇ. એસ.આર.બરૂઆ દ્વારા તારીખ 12/10/15ના રોજ આપવામાં આવ્યા હતા. જે વાતને પાંચ પાંચ માસનો સમય વિતવા છતાં હાલમાં પણ આયોજનાની કામગીરી અધુરી હોવાના કારણે તેનો કાયદેસરનો હવાલો ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો નથી.
જોકે એ વાત અલગ છે કે હાલમાં ગ્રામ પંચાયત દ્વારા મોહણખોબ યોજનામાંથી જ ફીલ્ટર કર્યા વિનાનું પાણી નગરજનોને આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ નવાતરીયા વિસ્તારને હાલમાં પણ આ યોજનાનો લાભ મ‌નળેલ નથી. અધુરી કામગીરીના કારણે કાંતો તંત્રની ઢીલી નીતિના કારણે હાલમાં આ યોજના લોકાર્પણની રાહ જોઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તંત્ર દ્વારા ગરબાડા સહિત નવાતરીયા ફળીયા માટે અંદાજે પાંચેક વર્ષ અગાઉ કરોડોનાં ખર્ચે મોહણખોબ યોજના આપી હતી. જે યોજનાની કામગીરી અને ગુણવત્તાને લઇને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ પણ આ યોજનાની કામગીરી અધૂરી હોવાના કારણે તેનો હવાલો ગ્રામ પંચાયતને આપવામાં આવતો નથી. તા.12/10/2015ના રોજ ગ્રામ પંચાયતની ના.કા.ઇ. એસ.આર.બરૂઆએ મુલાકાત લીધી હતી અને યોજનાના હવાલાની વાત કરી હતી.

જેના અનુસંધાનમાં ગ્રામ પંચાયત દ્વારા યોજનામાં દશેક ખામીઓ કાઢીને તેનો નિકાલ કરવા માટે ના.કા.ઇ.ને લેખિતમાં નોટીશ આપી હ તી. જેના જવાબમાં ના.કા.ઇ. બરૂઆ દ્વારા પંદર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી યોજનાનો હવાલો ગ્રામ પંચાયતને આપવાની વાત કરી હતી. જે વાતને આજે પાંચ માસનો સમય વિતવા છતાં પણ હાલમાં આ યોજનાનો કાયદેશરનો હવાલો ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો નથી. હાલમાં પાણી ફીલ્ટર પ્લાન તથા નવાતરીયાની લાઇનની કામગીરી અધુરી છે. જો જોતા યોજના હાલમાં લોકાર્પણની રાહ જોઇ રહિ છે. તેમ છતાં કોઇ જાણે કેમ આ બાબતે તંત્ર મૌન સેવીને બેઠું છે.

ભર ઉનાળે પાઇપો તોડતાં ભારે હાલાકી

અસામાજિક તત્વો દ્વારા મોહણખોબથી ગરબાડા આવતી પાઇપ લાઇનને અમુક જાણભેદુઓ દ્વારા અત્યાર સુધીમાં 10 થી 15 વાર તોડી નાખવામાં આવી છે. કોઇકવાર જેસીબીથી પાઇપ તોડાઇ છે. તો કોઇકવાર ખીલ્લા મારી પથ્થરો મારી નુકસાન કરી હેરાન કરવામાં આવે છે. એકવાર પાઇપ લાઇનમાં ભંગાણ થાય તો તેને રીપેરીંગ કરવામાં 10 થી 15 દિવસનો સમય લાગે છે. તો બીજી તરફ ભરઉનાળામાં પ્રજાએ મોંઘા ભાવના ટેન્કરો નંખાવા પડે છે.
સીધી વાત
-એન.એ.ખંજવાણી,ના.કા.ઇ. દાહોદ
કામ ચાલી રહ્યું છે
મોહણખોબ યોજનાનો હવાલો અત્યાર સુધી કેમ સોપવામાં નથી આવ્યો?
-યોજનાની કામગીરી હાલમાં ચાલુ છે.
ક્યાર સુધીમાં યોજનાની કામગીરી પૂર્ણ થઇ જશે?
- એક દિવસમાં પણ થઇ જાય અને પંદર દિવસ પણ લાગે.
પંચાયતે કાઢેલી ખામીઓ દૂર થઇ ગઇ?
-કામગીરી ચાલી જ રહી છે.'

સીધી વાત
- મહેન્દ્રભાઇ ગોહિલ,તલાટી ગ્રામ પં. ગરબાડા
ફિલ્ટર પ્લાન બંધ છે
મોહણખોબ યોજનાનો હવાલો નહિ લેવાનું કારણ?
-કામગીરી અધૂરી છે તેમજ અગાઉ લેખિતમાં કામગીરી બાબતે નાકાઇને લખાણ આપેલ જે કામ ન થવાના કારણે.
નાકા તથા નવાતરીયા વાળી લાઇન ચાલુ છે?
-ના, હાલમાં આ લાઇનો પણ બંધ છે.
હાલમાં ફીલ્ટર પ્લાન ચાલુ છે?
-ના, ફીલ્ટર પ્લાન માત્ર બે દિવસ જ ચાલ્યો પછી બંધ છે