તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેક્યુટ સ્કેલેરીંગ પેરેફેલિટિઝની બિમારીથી પીડાતા કિશોરે PM મોદીને પત્ર લખ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગોધરાના કિશોરને ભારતમાં જેનો ઇલાજ નથી તેવી જીવલેણ બિમારીથી પીડાઇ રહ્યો છે. જેનો ઉપચારની દવા  ફક્ત અમેરીકામાં મળે  છે. જેથી તેની સારવાર માટે તેના પરિવારજનોએ દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રીને પોતાના વહાલાસોયા દિકરાનો ઇલાજ કરાવવા માટે જરૂરી મદદ માટે આજીજી કરી  છે. ગોધરા શહેરમાં રહેતો સલીમ હુસેન કબંદરનો પુત્ર ઝૈદ ને અચાનક બિમાર પડતાં તેને સારવાર માટે અમદાવાદ તથા વડોદરાની મોટી હોસ્પીટલમાં સારવાર કરાવી હતી. પરતું તેને કોઇ ફરક ન પડતાં પરીવારજનો ચિતાંમાં મુકાઇ ગયા હતા. પોતાના એકના એક દિકરાને બિમારમાં કોઇ રાહત ન મળતાં પરીવાર પરેશાન થઇ ગયા હતા. કેટલાય રીપોર્ટો કઢાવતા તબીબે તેમના દિકરાને ભારતમાં જેનો ઇલાજ શકય નથી તેવી સેલેક્યુટ સ્કેલેરીંગ પેરેફેલિટિઝ (s.s.p) નામની બિમારીથી પીડાઇ રહ્યો છે.
 
9 ઈન્જેક્શનનો કોર્સ કરે તો બીમારીમાં રાહત મળે
 
બિમારી વિશે તપાસ કરવાતાં ઝૈદના પિતાએ જણાવ્યું કે આવી બિમારી ગુજરાતમાં 22 જણાને છે. હાલ તેમનો પુત્ર 10 વર્ષનો થયો પરતુ઼ પોતાના પુત્રને બિમારીથી પીડાતા પિતાના આંખમાં પાણી આવી જાય છે. આ બીમારીનો ભારતમાં કોઇ ઇલાજ ન હોવાના કારણે જીવ જોખમમાં મુકાયેલો છે. પોતાના પુત્ર બિમારીથી છુટકારો મેળવાવા માટે તેના પિતાએ વડા પ્રધાન મોદીને પંચમહાલના સાંસદ પ્રભાતસિહ ચૌહાણની ભલામણથી જરૂરી મદદ કરતો પત્ર લખ્યો હતો. સાથે ગુજરાતના મુખ્યમત્રી તથા આરોગ્ય મંત્રીને પણ આ બિમારીથી પીડાતા પોતાના પુત્રને જરૂરી મદદ  કરીને બિમારીથી મુક્ત કરાવતો પત્ર લખ્યો હતો.અગાઉ સાવર કુંડલાના એકને આ જ બિમારી હતી. તેનો ઇલાજ વડાપ્રધાન મોદીની મદદથી અમેરીકા ખાતેથી આ બીમારીના ઇજેકશંન મગાવીને કરાવવાથી પીડાથી મુક્ત થયો હતો.આ ઇજેકશન બહુ મોધા આવે છે. જેના આ બીમારી માટે તેને 9 ઇજેકશનનો કોષ કરે તો બિમારીથી રાહત મળે છે. તેવુ઼ તેના પિતાએ જણાવ્યું હતુ઼.
અન્ય સમાચારો પણ છે...