જાપાનની કંપની ગુજરાતમાં અહીં બ્રાંચ કેનાલ પર સોલાર વીજળી ઉત્પાદન કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા: સંખેડા તાલુકામાંથી પસાર થતી મિંયાગામ બ્રાંચ કેનાલમાં તા.28 નવેમ્બર થી તા.8 ડિસેમ્બર સુધી જાપાનની કંપની ઝીકા દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ માટે કેનાલમાં સમારકામ કરવાનું હોવાથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે. 10 દિવસ કેનાલના પાણી બંધ રહેવાથી ખેડુતોને હાલાકી પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડા તાલુકામાંથી પસાર થતી મિંયાગામ બ્રાંચ કેનાલ મારફતે ખેડુતોને પાણી ઉપરાંત ભરુચને પીવાનું પાણી પણ મળે છે.
10 દિવસ માટે આ કેનાલનું પાણી બંધ રાખવાનું છે
મિંયાગામ બ્રાંચ કેનાલ ઉપર હાલમાં જાપાનની કંપની ઝીકા સોલાર વીજળીના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ કરી રહી છે. આ કેનાલમાં સાંકળ 13-250 થી 16-700 મીટર ઉપર સોલાર પાવર પ્રોજેક્ટ 10 મેગાવોટનો ઉભો કરવાનો છે. આ પ્રોજેક્ટની કામગીરી થયા બાદ કેનાલના આ વિસ્તારમાં કોઇ નવિન બાંધકામ થઇ શકે નહી.જેથી હાલમાં આ સમારકામની કામગીરી માટે તા.28મી ડિસેમ્બરથી તા.8મી નવેમ્બર સુધી 10 દિવસ માટે આ કેનાલનું પાણી બંધ રાખવાનું છે.આ કેનાલ ઉપર આશરે બે લાખ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળે છે.કેનાલના પાણી ખરા જરુરિયાતના સમયે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
આગળની સ્લાઇડમાં વાંચો,વીજળીનો નવો સોર્સ ઉભો કરાશે...
અન્ય સમાચારો પણ છે...