તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જબુગામના ગ્રામ્ય વિસ્તારમાં તાડીનું ધૂમ વેચાણ, લોટીના ભાવ રૂ.20

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જબુગામ: તાડના ઝાડ પર ટોચે માટલા બાંધી તાડમાંથી ટપકતો રસ માટલામાં ભેગો થતાં તેને સવારે ઉતારી લેવામાં આવે છે. જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પણ જાહેરમાં 20 રૂા.ની લોટીના ભાવ આદિવાસીઓ વેચાણ કરતા હોય છે. 
 
શ્રમજીવીઓ માટે સોમરસ ગણાતી તાડીનું ધૂમ વેચાણ થાય છે
 
હાલમાં તાડી મોટી માત્રામાં પીવાતી હોવાનું જોવા મળે છે. ત્યારે આદિવાસીઓ અને શ્રમજીવીઓ માટે સોમરસ ગણાતી તાડીનું ધૂમ વેચાણ થાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ગરમીનું મારણ ગણાતી તાડી પીવાના રસીયાઓ તથા ગરીબ શ્રમીકો સાંજ પડે થાક ઉતારવા અને નશા માટે તેનું સેવન કરતા હોય છે. 
 
તાડી ઉતારવાના માટલા પણ ખાસ પ્રકારના મજુબત અને લાંબા હોય છે
 
તાડી મેળવવા માટે તાડના ઝાડીની ટોચ પર ચોક્કસ સ્થળે વાઢ મુકી ત્યાં માટલા લટકાવી દેવાતા હોય છે. તાડી ઉતારવાના માટલા પણ ખાસ પ્રકારના મજુબત અને લાંબા હોય છે. માટાલાના કાઠા પર દોરડા બાંધી તાડ પર તેને લગાડી દેવાતા હોય છે. સાંજે લટકાવેલ માટલા સવાર સુધીમાં આઠ- દસ લીટર ઉપરાંત તાડી ભેગી થાય છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો