તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: આંતર રાજયની ધાડપાડુ ગેંગના બે સાગરીત 4 પીસ્‍ટલ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: કાલોલના ભુખીના લિસ્ટેડ બુટલેગર પાસા હેઠળ જેલમાં સજા ભોગવતા હતા ત્યારે એન્થોની સાથે સંપર્ક થતા તેઓએ મધ્યપ્રદેશથી કટ્ટા મંગાવ્યા હતા. જોકે તેઓની પાસે રૂપિયા ન હોવાથી એમપીના બે સખ્સો તથા અન્ય ઘાડ પાડવા જતા પહેલા જ તેઓનો ભાંડો ફુટી ગયો હતો. આમ ગુનાહિત ભુતકાળ ધરાવનાર અનિલ ઉર્ફે અન્થોની ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘોઘંબા તાલુકાના દામણપુરા ગામના પાટીયા પાસેથી આંતર રાજયની ધાડ પાડુ ગેંગના બે સાગરીતોને 4 પીસ્‍ટલ અને 17 જીવતા કારતુસ સાથે પકડી પાડતી પંચમહાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયા હતા. જ્યારે શાર્પ શુટર અનિલ ઉર્ફે એન્થોની સહિત 4 નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્કોડા ગાડી, હથિયાર સહિત 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નોંધનીય છેકે, મુકેશ હરજાણી ગેંગનો એન્થોની અંધારાનો લાભ લઇને નાસી ગયો હતો. હાલ પોલીસ દ્વારા તલસ્પર્શી પુછપરછ ચાલી રહી છે.
પોલીસ સ્‍ટેશનના માણસો વાહન ચેકીંગના કામ કરતા હતા
નાસી જનારમાં વિરેન્દ્ર ઉર્ફે ભુરીયો તથા મહેન્દ્ર ઉર્ફે ચકો (રહે. ભુખી, કાલોલ) લીસ્ટેડ બુટલેગર્સ છે તેઓ દોઢ વર્ષ અગાઉ પંચમહાલ એલસીબી પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી હતી. અને જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાં તેઓની મુલાકાત અન્થોની સાથે થઇ હતી. તેઓને મધ્યપ્રદેશના કિશોર રાઠોડ તથા કરણ ચૌહાણનો કોન્ટેક આપવામાં આવ્યો હતો. જેઓ જેલમાંથી છુટીને હાથ બનાવટની પિસ્તોલ મંગાવી હતી. જેના આધારે તેઓએ પિસ્તોલ તથા કારતુસ મંગાવ્યા હતા. બીજી તરફ અનિલ ઉર્ફે એન્થોની પણ પેરોલ જંપ કરી ભાગી ગયો હતો. ત્યારબાદ આ તમામ લોકો એક બીજાને મળ્યા હોવાનું તપાસ કરતી એલસીબી પોલીસે જણાવ્યુ હતું. બીજી તરફ તેઓની પાસે રૂપિયા ન હોવાથી મોટી ઘાડ લૂંટના બનાવને અંજામ આપવા માગે કાર લઇને નિકળ્યા હતા. પરંતુ પંચમહાલ પોલીસ દ્વારા નાકાબંધી કરી મધ્યપ્રદેશ ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. હાલ તેઓની સધન પુછપરછ ચાલી રહી છે. પંચમહાલ જીલ્‍લા મિલ્‍કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્‍કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે પોલીસ અધિક્ષક આર.વી.અસારીએ જરૂરી સુચનાઓ આપી હતી. જેના આધારે રાજગઢ પોલીસ સ્ટેશનના દામણપુરા ગામે રોડ ઉપર વાહન ચેકીંગ નાકાબંધી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ડીવાયએસપી બી.સી.ઠક્કર, એલસીબી પીઆઇ ડી.જે.ચાવડા, પીએસઆઇ એચ.બી.ઝાલા, કે.કે.ડીડોર, પી.એફ.બારીયા, પી.એમ.જુડાલ ઉપરાંત એલસીબી, એસઓજી, રાજગઢ, વેજલપુર પોલીસ સ્‍ટેશનના માણસો વાહન ચેકીંગની કામગીરી કરતા હતા.
સ્કોડા ગાડી, હથિયાર સહિત 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત
એક સફેદ કલરની સ્‍કોડા ગાડીમાં 6 જેટલા માણસો પીસ્‍ટલ જેવા મારક હથિયારો રાખી ઘોઘંબા તરફથી નીકળી દામણપુરા ચોકડી થઇ અડાદરા ગામે ધાડ પાડવા જવાની તૈયારીમાં નીકળેલા છે. જેથી દામણપુરા ચોકડી ઉપર નાકાબંધી કરતા ગાડીને આડાસો ઉભી કરી રોકવા જતા ચાલક ભાગવા જતા પોલીસ દ્વારા પીછો કરી પકડી પાડ્યા હતા. જોકે એકાએક ગાડીના દરવાજા ખોલી ભાગવા જતા બે માણસો રોડ ઉપર પકડી પાડ્યા હતા. જ્યારે ચાર ઇસમો ખેતરાળુ રસ્‍તે અંધારામાં નાસી છુટ્યા હતા. તેઓની પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની ૭.૬૫ એમએમ બોરની પીસ્‍ટલ નંગ- 4, જીવતા કારતુસ નંગ- 17, લોખંડના ખાતરીયા નંગ-2, ડીસમીસ નંગ-1, પક્કડ નંગ- 1, હેકસો બ્‍લેડ નંગ-1, રોકડા રૂપિયા તથા સ્‍કોડા ગાડી મળી રૂપિયા 5,46,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પકડાયેલ તથા નાસી જનાર ધાડપાડુ ટોળકીના સાગરીતો વિરૂધ્‍ધમાં ધાડપાડવાની તેમજ આર્મ્‍સ એકટની જુદી જુદી કલમો હેઠળ રાજગઢ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ એલસીબી કરી રહી છે.
પકડાયેલ અને નાસી જનાર ઇસમોના નામ જાણવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો