નસવાડી: નસવાડીના ભગવાનપુરા ગામ નજીક ચીમનભાઈ ભીલ (દાદા) તેમની પૌત્રી કામીના બેન તેની (દાદી) ગંગા બેન સાથે નજીકના ખેતર પાસે જતી હતી ત્યારે છોટાઉદેપુરથી પાવડર ભરેલી ટ્રક નંબર GJ 07 z 9435 પુરપાટ ઝડપે આવી રોડની સાઈડમાં ચાલતી કામીના બેનને અડફેટે લેતા ટ્રકના ટાયર માસૂમ બાળકી પર ફરી વળ્યાં હતા અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
વારંવાર આ રોડ પર અકસ્માત
બાળકીના મોતથી નજીકના ગ્રામજનોએ ટ્રકને રોકી તત્કાલ નસવાડી પોલીસને બોલાવી હતી ગ્રામજનોના જણાવ્યાં મુજબ રાત દિવસ બેફામ ટ્રક ચાલકો દારૂ પીને ટ્રકો ચલાવી રહ્યા છે કાયદાનું હવે ટ્રક ચાલકો પાલન કરતા નથી બોડેલીથી સુરત શુધી રેતીના ફેરા વધુ મારવાની લાલચમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. છોટાઉદેપુરથી પાવડર ભરેલી ટ્રકે નાની બાળકીને અડફેટે લેતા બાળકીનું મોત થયું છે.