તાજપુરામાં પ્રેમી પંખીડાંનો ખાખરાના વૃક્ષની ડાળીએ ગળા ફાંસો ખાઇ આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરા ગામમાં રહેતા એક જ જ્ઞાતિ સમાજના પ્રેમીપંખિડા સાથે જીવનનો અંત આણવાના નિશ્ચય સાથે ગત મોડી રાત્રે એક ખેતરમાં ભેગા થઇ ખાખરાના વૃક્ષની ડાળીએ દુપટ્ટો બાંધીને બંને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેછે. બંનેના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિસ્ટલમાં લવાયા હતા. જયાં પીએમ કરી બંને મૃતદેહોનો કબજો તેઓના પરિવારજનોને સોંપ્યોહતા.
પ્રેમીઓએ ખાખરાના વૃક્ષ ઉપર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો
હાલોલ તાલુકાના તાજપુરા ગામે રહેતા જયેશ રમણભાઇ ચૌહાણ ઉવ.18 અને ગામમાંજ રહેતી ભાવના સાથે આંખ મળી ગઇહતી. એક જ જ્ઞાતિના એક જ ગામના હોવાથી પ્રેમનો સ્વીકાર પોતાના પરિવારો નહી કરે તેવી ખાતરી થતા બંને જણાએ એક સાથે આત્મહત્યા કરી લેવાનુ મજબુત મન કેળવી વાંસેતી ગામે બંને લાવતા પહેલા બંને પ્રેમીઓએ ખાખરાના વૃક્ષ ઉપર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો. આજે વહેલી સવારે ગામ લોકોએ બંને પ્રેમીપંખિડાઓને વૃક્ષ ઉપર લટકાતા જોઇને પોલીસને જાણ કરતા પોલીસ આવીને કાર્યવાહી કરી બંનેના મૃતદેહો વૃક્ષ પરથી ઉતારી પીએમ માટે હાલોલ રેફરલમાં લવાયા હતા.
એક જ ચિતા ઉપર બંને પ્રેમીને અગ્નિદાહ કરાયો
સ્મશન ગૃહમાં એક જ ચિતા ઉપર બંને પ્રેમીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નદાહ બંનેના ભાઇઓએ આપ્યો હતા. ત્યારે ગામ લોકોની આંખો આસુંઓથી ઉભરાઇહતી. પ્રેમીઓ આ ભવામાં એક ન થઇ શકયા પરંતુ એક જ ચિતા ઉપર અગ્નીદાહ આપી આવતા ભવમાં ભેગા થવાની આશાઓ સાથે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયા હતા.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...