હાલોલમાં વરસાદી ગટરના કામ દરમિયાન વીજ વાયર તૂટી પડ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:હાલોલમાં પાલિકા દ્વારા બસ સ્ટેન્ડ પાસે ગટર બનાવવાનું કામ હાથ ધરાયું હતું. જેમાં અચાનક વીજ વાયર તૂટી પડતાં દોડધામ મચી હતી. )
-વૃક્ષને કાઢતાં વીજ પોલ તૂટી પડ્યો : 2 હાથલારીનો કચ્ચરઘાણ
હાલોલ:હાલોલ નગર પાલીકા દ્વારા બસ સ્ટેન્ડ પાસે આવેલા નાના બગીચાની પાછળ વરસાદી ગટર બનાવવાનું કામ હાથ ધરવાની સાથે તેની બેદરકારીનો ભોગ ગરીબ પરીવાર બન્યા હતા. જેસીબીથીથી ખોદકામ કરાવતા પહેલા વીજ પ્રવાહ બંધ ન કરાવતા આ હોનારત સર્જાઇ હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુરુવારે સવારે પાલીકા તંત્ર દ્વારા વરસાદી ગટર ખોદવા માટે જેસીબી મશીનથી ખોદકામ શરુ કરાયુ હતુ. અનેતેની નજીક આવેલા વૃક્ષને જેસીબી મશીન દ્વારા ધરાશયી કરાતા આ વૃક્ષની નજીકમાં ઉભેલા વીજ પ્રવાહનું વહન કરતા વીજ પોલ (થાંભલા) પર પડતા થાંભલો તુટી પડયો હતો. વીજ પ્રવાહ ચાલુ હેાવાથી ધડાકા ભેર લાઇનના વાયરો તુટી પડતા દોડધામ મચી જવા પામી હતી.
જો વીજ વાયરો અવર જવર કરતા રાહદારીઓ વાહન ચાલકો પર પડયા હોત તો જાનહાની થાત જેમાં પાલીકા તંત્રની બેદરકારીના કારણે વૃક્ષના ડાળો નજીકના બે લારીઓ પર પડતા બંને હાથલારીનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેથી આ ગરીબોને આર્થિક નુકસાન ભોગવાનો વારો આવ્યો હતો. ખરેખર તો જાહેર માર્ગ ઉપર આવી કામગીરી કરતા પહેલા પાલીકાએ જેને વિસ્તારનો વીજ પ્રવાહ બંધ કરવો જોઇએ પરંતુ તેઓએ ચાલુ ના કરતા નિર્દોષને સહન કરવાનો વારો આવ્યો હતો.

પાલીકા હાલોલને જાણે ઘટાદાર વૃક્ષો મુકત હાલોલ બનાવવાનું હોય તેમ એક પછી એક વૃક્ષો કાપી વિનાશનેનોરી રહી છે. વૃક્ષોનું નિકંદન કાઢી નવા વૃક્ષો નહી વાવીને પર્યાવરણનો વિનાશ કરતી પાલીકા સામે લોક આક્રોશ વ્યાપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...