તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડગાંવની કંપનીએ ગોધરામાં ઘેર બેઠા જોબવર્કના નામે રૂ. 2.40 કરોડ ખંખેર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગુંડગાવની APS સોલ્યુશન કપંની એ ગોધરામાં ઘેર બેઠા જોબવર્કના નામે લોકો પાસેથી 2.40 કરોડ રૂપિયા ખંખેરીને ગુડગાંવ તથા સુરત સ્થિત બ્રાન્ચ ઓફિસે તાળાં મારીને રફુચકકર થઇ જતાં ગોધરાના ફેન્ચાઇઝ રાખનાર હર્ષદભાઇ કંચનલાલ શાહે ગોધરાના એ ડીવીઝનમાં આ અંગે અરજી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ગોધરામાં રૂપિયા ખંખેરી ઓફિસને તાળાં મારી રફુચક્કર

ગોધરાના હર્ષદભાઇ શાહને  ઓલ પ્રોસેસ સોર્સ પ્રા.લી કંપનીના  સીઇઓ રાજીવ દિક્ષીત તથા સુનીલ ગોયેલએ ગ્રાહકોએ બુકસ ઉપરથી સ્કેન કરી પી.ડી.એફ ફાઇલ બનાવી અને  તેની સીડીમાં બનાવીને મોકલે તેને પેજ દીઠ 10 રૂ લેખે કંપની ગ્રાહકોને ચુકવશે તેવું કહીને વિશ્વાસમાં લઇને APS સોલ્યુશનની ફેન્ચાઇઝી આપી હતી. જેની જાહેરાત વર્તમાન પેપરમાં આપતા લોકો જોબ વર્ક લેવા આવવા લાગ્યા હતા. ગ્રાહકો પાસેથી ડીપોઝીટ પેટે 1,55,000 રૂ તથા સ્કેનર મશીનના 32500 સાથે કુલ 187500 રૂ દરેક ગ્રાહકો પાસેથી કંપની ના માણસો રોકડા તથા ચેકથી લઇને જોબ વર્કનું  કામ આપ્યું હતું.તે કામ ગોરેગાંવ મોકલીને તેનું કમિશન ગ્રાહકોના ખાતામાં નાણાં જમાં કરવાતા હતા.

શરુઆતમાં ગ્રાહકોના ખાતામાં પૈસા થતા પરતું ત્યાર બાદ ગોધરામાં  97 ગ્રાહકો પાસેથી 2.40 કરોડ રૂપીયા ઉઘરાવીને તેઓએ કરેલ જોબ વર્કના પૈસા તેમના ખાતામાં જમા ન થતાં ગ્રાહકો હર્ષદભાઇ શાહ પાસે આવતાં હર્ષદભાઇએ કંપની સીઇઓ તથા એમડીના મોબાઇલ પર કોલ કરતાં તેઓના મોબાઇલ બંધ આવતાં તેઓએ સૂરત તથા ગોરેગાવ ઓફિસે તપાસ કરતાં ખંભાતી તાળા લટકતાં દેખતાં  APS સોલ્યુશ કંપનીના માણસોએ 97 જેટલા ગ્રાહકો તથા ફેન્ચાઇઝી રાખનાર હર્ષદભાઇ સાથે વિશ્વાસઘાત તથા છેપરપીડી  કરીને મોટી રકમ ઉઘરાવીને ફુલેકું કરીને નાસી ગયા જતાં  હર્ષદભાઇએ  APS સોલ્યુશના એમડી રાઘવેન્દ્દસિંહ સલુન, દેવકુમાર સિંગ, નિશાંત  કૌશિક તથા મોહમંદ વશીમખાન એન વિરુધ્ધ ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે અરજી આપતા પોલીસે ફરીયાદ નોઘવાની તજવીજ હાથ ઘરી હતી.

અમોને વિશ્વાસમાં લીધા હતા

કેટલાક ગ્રાહકોએ આક્ષેપ સાથે જણાવ્યંુ હતું કે, કંપનીના બીડીએમ તરીકે નોકરી કરતા ઇમરાન ખંડુંએ અમને કંપનીનું જોબ વર્ક કામ કરો તેમાં કમાવા મળશે, ડિપોઝીટના પૈસાની ચિંતા કરશો નહિ, એ મારી જવાબદારી રહેશે તેવું કહીને અમને વિશ્વાસમાં લીધા હતા. ઇમરાન કંપની માટે ગ્રાહકોને શોધી લાવવાનું કામ કરતો હોવાનું ચર્ચાય છે.

કામનું કમિશન મળેલ નથી

મારા ડિપોઝીટ પેટેના 1.5 લાખ તથા જોબ વર્કના કામ પેટે મારા બે છોકરાં તથા સંબંધીના થઇને 5.5 લાખ કંપનીમાં ભર્યા હતા. અત્યાર સુધીનું કમિશન મળેલ 1નથી. - હર્ષદ શાહ, ફેન્ચાઇઝી લેનાર
અન્ય સમાચારો પણ છે...