તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના આ ગામના ખેડૂત વિજળી ન મળતા હતા પરેશાન, હવે સોલારથી કરે છે ખેતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલી:બોડેલી તાલુકાનું જબુગામ ખેતી ક્ષેત્રે અગ્રેસર છે ગામ છે. પરંતુ આ પંથકમાં ખેતી માટે વિજળી ન મળતાં ખેડૂતો હાલાકી ભોગવવી પડે છે. પંથકના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે.  ખેતી માટે વિજળી ન મળતાં અમુક ખેડૂતો મધ્ય ગુજરાત વિજ કંપની લી.ની સોલાર યોજના દ્રારા સોલાર પંપ સેટ ખેતરમાં લગાવી શાકભાજી, મગફળી,મકાઇ જેવા પાકો ઉગાડી સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે.
 
જબુગામ પંથકના કેટલાક ખેડૂતોને અપુરતી વિજળી મળતી હોવાને કારણે તેઓ સોલાર પેનલ પોતાના ખેતરોમાં લગાવી સવારના સાતથી સાંજના પાંચ વાગ્યા સુધી કુવા બારમાં મોટર દ્રારા પાણી ખેંચી સિંચાઇ કરી રહ્યા છે. આના દ્રારા ખેડૂતોને વિજળી જવાનો ડર રેહતો નથી અને સાથે વિજળી બિલની પણ ચિંતા રહેતી નથી. 
 
આ અંગે જબુગામના ખેડૂત અરવિંદ સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વારંવાર વિજળી ડુલ થવાને કારણે છતે પાણીએ પાક સુકાઇ જતો હતો જેથી સોલાર પેનલ દ્રારા હવે આ સમસ્યા દુર થઇ છે. અને સાથે સરકારના કૃષિ વિભાગના માર્ગદર્શનથી  ખેતી કરતા હવે ઉત્પાદન પણ વધ્યું છે. આમ, જબુગામ પંથકના ખેડૂતોમાં હાલ સોલાર દ્રારા સિંચાઇનો આ નવતર પ્રયોગ આવકારદાયક બન્યો છે. જેમાં ખેડૂતોને વિજળી જવાની ચિંતા નથી હોતી અને વિજળી બિલ પણ ચુકવવું નથી પડતું જેથી ઉત્પાદન ખર્ચ ઘટતાં પાક નફો વધુ મળે છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો