તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: પરણિતાએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી, પતિ સહિત પાંચ સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: મોરવા તાલુકાના રસુલપુર ગામે રહેતા 38 વર્ષિય પરણિતાને અવાર નવાર શારિરીક માનસિક ત્રાસ આપી મ્હેણા ટોણા મારી મરવા માટે સાસરીયાઓ દુષ્પ્રેરણા આપતા હતા. જેથી તેણીનીએ જાતે જ ધરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી ગયા હતા. આ બનાવથી ગંભીર રીતે દાઝી જતા તેઓનું કરૂણ મોત થયુ હતું. બીજી તરફ મોરવા પોલીસ દ્વારા પરણિતાને દુષ્પ્રેરણા આપનાર પતિ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરવા તાલુકાના રસુલપુર ગામે રહેતા જુવાનસિંહ વાધાભાઇ પટેલના લગ્ન વિનાબેન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સહિત સાસરીયાઓ દ્વારા યેનકેન પ્રકારે ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં અવાર નવાર મ્હેણા ટોણા મારવામાં આવતા હતા. બીજી તરફ 38 વર્ષિય પરણિતાને અવાર નવાર શારિરીક માનસિક ત્રાસ આપી મ્હેણા ટોણા મારી મરવા માટે સાસરીયાઓ દુષ્પ્રેરણા આપતા હતા. જેના કારણે ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ તેણીએ જાતે જ ધરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી ગયા હતા. આ બનાવથી ગંભીર રીતે દાઝી જતા તાત્કાલી સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતું. બનાવ સંદર્ભે મોરવા પોલીસ દ્વારા શૈલેષભાઇ પારસિંગભાઇ પટેલની ફરિયાદ નોંધવામાં આવ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો