ગોધરા: ખેરનો જંગી જથ્થો હટાવવા લાગ્યાં બે દિવસ, 10 લોકોની અટકાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગોધરા નજીક આવેલા ચિખોદરાના ખેતરમાં વન વિભાગ તથા પોલીસ દ્વારા ગુરૂવારના રોજ દરોડો પાડી બિનવારસી હાલતમાં પડેલા ખેરના લાકડાના જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થાને ખસેડવાની કામગીરી શુક્રવારની મોડી રાત સુંધી ચાલી હતી. જોકે કેટલા ટન અને કેટલી કિંમત આંકી શકાઇ નથી. અંદાજે રૂા. 2.50 કરોડ ઉપરાંતનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયુ છે. જોકે જથ્થા સાથે 10 પરપ્રાંતિય ઇસમની અટકાયત કરી તેઓની હાલ પુછ પરછ ચાલી રહ્યુ છે. જોકે હજુ આ જથ્થો કોણે મંગાવ્યો છે તે જાણવા મળ્યુ નથી સમગ્ર હકીકત બહાર આવશે. બે દિવસ ખસેડવાની કામગીરી ચાલી હતી.

ખેતરમાં ખુલ્લેઆમ જથ્થાબંધ ખેરના લાકડાનો જથ્થો જોવા મળ્યો

પંચ. વન વિભાગના જીલ્લા વન અધિકારી ડો.અન્સુમાન, એસીએફઓ તેમજ પંચ.જિલ્લા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારની બપોરે ચિખોદરાના ખેતરમાં ખુલ્લેઆમ જથ્થાબંધ ખેરના લાકડાનો જથ્થો જોવા મળ્યો હતો. બિનવારસી હાલતમાં હરોળબંધ ગોઠવેલા ખેરના લાકડાનો જથ્થો જોઇ તંત્ર પણ અવાક બન્યો હતો. મોટી માત્રામાં મળેલા જથ્થાની ઘટના જિલ્લામાં પ્રથમ હતી. બીજી તરફ પોલીસને સાથે રાખીને વન વિભાગે બિનવારસી હાલતમાં રૂા. 2.40 કરોડના ખેરના લાકડાનો જથ્થો તથા રૂા. 10 લાખનો ટેમ્પો અને રૂા. 15 હજારની બાઇક સહિતના રૂા. 2.50 કરોડના મુદામાલને જપ્ત કર્યો હતો.

કેટલા ટન અને કેટલી કિંમત તે આંકી શકાઇ નથી

જોકે ખેરના લાકડાને સ્થળ ઉપરથી ખસેડવાની આરંભાયેલી કામગીરી શુક્રવારની રાત સુંધી ચાલી હતી. વન વિભાગના અધિકારીઓ, કર્મીઓ, રોજમદાર, મજુરો સહિત 200થી વધુ કાફલા દ્વારા લાકડાને હટવવા માટે કામે લાગ્યા હતા. બીજી તરફ ખેરના લાકડાના જથ્થાને કોલીયારી ધાસ ડેપોમાં ખસેડી રહ્યા હતા. જોકે કેટલા ટન અને કિંમત આંકી શકાઇ નથી અંદાજે 2.50 કરોડ ઉપરાંતનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યુ છે. જોકે જથ્થા સાથે 10 પરપ્રાંતિય ઇસમની અટકાયત કરી પુછ પરછ ચાલી રહ્યુ છે.

આગળની સ્લાઇડમાં વાંચો, પૂછપરછ માટે લાવવામાં આવેલા શખ્સોની યાદી...
અન્ય સમાચારો પણ છે...