તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના વાવડી પાસેનું ટોલટેક્ષને કોર્ટના હુકમ બાદ અન્યત્ર ખસેડવાની હિલચાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાઃ ગોધરાથી આઠ કિમીના અંતરના ગામો સાથે રોજીંદો વાહનવ્યવહાર સંકળાયેલ છે. અંદાજીત 15 કિમિના કામ માટે વાવડી પાસે ભારે ટોલટેક્ષ ચૂકવવો પડતો હોય છે. જેની નાબૂદી માટે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કર્યા બાદ ને.ઓથોરિટી દ્વારા અન્યત્ર ખસેડવા માટેની શક્યતા સેવતી સેટેલાઇટ સર્વે કરાયો છે. જેથી જિલ્લા બહાર ટોલનાકું થાય તેવી સંભાવના પ્રબળ બની છે.
- કોર્ટના હુકમ મુજબ એજન્સી દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો

માત્ર ગોધરાથી નજીક 8 કિમી દૂર આવેલ અમદાવાદ ગોધરાને જોડતો વાવડી ગામે એસેલ કંપની સંચાલિત ટોલનાકુ ઉભુ કરવામાં આવ્યું છે. અહીં રોજિંદા 2000 ઉપરાંત વાહનો પસાર થાય છે. ત્યારે પહેલેથી જ મુસાફરો પાસેથી બેફામ ટોલ ઉઘરાવવા સામે વાહન ચાલક પ્રવાસીઓમાં નારાજગી વ્યાપેલી છે. આ અંગે અવાર નવાર રજુઆતો આંદોલનો થવા છતાંય કોઇ જ પરિણામ ન આવતા ગોધરાના અને અમદાવાદના ઉદ્યોગપતિ રેહાનભાઇ મીઠીબોરવાળાએ આ પ્રશ્ને પ્રજાને ન્યાય અપાવવા ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી કાનુની રસ્તો અખત્યાર કર્યો છે.

અમદાવાદથી ગોધરા સુધીના આ એસેલ કંપનીના ટોલરોડ ઓથોરીટી દ્વારા કઠલાલ પાસે મીઠાઇ અને ગોધરા પાસેના વાવડીખુર્દ ગામે ટોલબુથ ઉભુ કરી આવતા જતા પ્રવાસીઓ માલવાહકો પાસે ઉંચા દરે ટોલટેકસ વસુલ કરાય છે. જે પ્રજાને ઉંચી ફી ચૂકવવી પડતા અન્યાયકર્તા છે. ઉપરાંત કોઇ જ સર્વિસ રોડ તથા અન્ય સવલતો પણ પુરી પાડવામાં આવેલ નથી. આ રોડ બનાવવામાં પોતાની કિંમતી જમીન, મિલકત ગુમાવનાર પ્રત્યે પણ ટોલ એજન્સીએ કોઇ જ લાભદાયી નિર્ણય ન લેતા ખુબ જ હેરાન પરેશાની અનુભવી છે.
ગોધરાથી નજીકના વાવડી તથા વેગનપુર, રાણીપુરા, કાંકણપુર સાથે વ્યવહાર સંકળાયેલ છે. વળી સેવાલીયા, ડામોર, ઉમરેઠ, ઠાસરા જવુ હેાય તો આ રોડનો 15 થી 17 કિ.મી. જેટલો વપરાશ કરવા છતાં પણ આ તેને વધુ ટોલટેકસ ભરવો પડે છે.

જેથી ગોધરા તાલુકાની પ્રજાજનો આર્થિક રીતે ખુબ જ સહન કરવું પડતાં નારાજગી છે. જેથી અન્યાય કર્તા બાબતે સામે ચાલકોને હકક મળે તે ઉદેશ્યથી જાગૃત અગ્રણી રેહાન મીઠીબોરવાળાએ હાઇકોર્ટમાં PIL દાખલ કરી આ સમગ્ર પ્રશ્ને રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજમાર્ગ ઓથોરીટીને લેખિત રજુઆત કરી ચાલકોને ન્યાય મળે તે માટે માંગણી કરેલી છે. જે સંદર્ભે અરજદારના જણાવ્યાનુસાર કોર્ટના હુકમ મુજબ એજન્સી દ્વારા સર્વે કરાયું છે. અને નજીકના સ્થળની શક્યતા સેવાઇ છે. આ અહેવાલ ટૂંકમાં કોર્ટમાં રજૂ કરાશે.

આખરી અહેવાલ કોર્ટમાં રજૂ કરાશે

હાઇકોર્ટમાં કરાયેલી અરજી મુજબ નેશનલ ઓથોરિટીને કરાયેલા આદેશ મુજબ અલાયદી એજન્સી રચીને વાવડી પાસેનુ ટોલ નાકુ અન્યત્ર ખસેડવા માટે સેટેલાઇટ મારફતે સર્વે કરવામાં આવ્યુ છે. અને અંતિમ તબક્કામાં કામગીરી કરાઇ રહી છે. ત્યાર બાદનો આખરી અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવશેજે આખરી નિર્ણય લેવાશે. - રેહાન મીઠીબોરવાલા, અરજીકર્તા

ટોલમુક્તિ કરવી જોઇએ

છાશવારે ગોધરાથી માત્ર 8 કિમિ દૂર આવેલા વેગનપુર તથા વિંઝોલ ગામે જવુ પડે છે. કયારેક ધંધાના કામે જવુ પડતુ હોય છે. ખેતીના કામ કે માલસામાનની હેરફેર માટે ટ્રક-ટ્રેક્ટર લઇને જવુ પડે છે. ત્યારે સામાન્ય કામ માટે ટોલ પસાર કરવા અંગે ભારે કિંમત ચૂકવવી પડે છે. આથી પોસાય તેમ નથી તેથી ટોલમુક્તિ કરવી જોઇએ.>હાજી બિલાલ, કારોબારી સભ્ય, ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન

ક્યાં કેટલું ભાડું
- વિગત સિન્ગલ ડબલ
- કાર હલકા વાહનો 95 140
- વ્યાપારિક વાહનો 145 220
- બસ અને ટ્રક 295 445
- વધુ એક્સેલ 455 680
- અતિભારે 585 875
- 20 કિમિની ત્રિજ્યાવાળામાં માસિક 230નો પાસ આપવામાં આવે છે.

ટોલ જિલ્લાની હદ બહાર લઇ જવાય તે જરૂરી

ગોધરાવાસીઓ તથા આસપાસના ગ્રામજનોને રોજીંદા કામકાજ માટે ટુંકા અંતરની મુસાફરી કરવી પડે છે. કદાચ દિવસના બેથી ત્રણવાર આવન જાવન કરતા તેઓને વારંવાર અસહ્ય ફી ચૂકવવી પડે છે. અસંખ્ય મુસાફરોને આર્થિક રીતે પોષય તેમ નથી. આથી ટોલ જીલ્લાની હદ બહાર લઇ જવાય તે જરુરી છે. - અજીતસિંહ ભટ્ટી, આગેવાન
અન્ય સમાચારો પણ છે...