• Gujarati News
  • Godhra ST Workshop Supervisory Harassment Against The Memorandum

ગોધરા ST વર્કશોપ સુપરવાઇઝરની કનડગતના વિરોધમાં આવેદનપત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-100થી વધુ કર્મીઓને કામગીરીના ભાર હેઠળ રખાતા હોવાનો એસટી મઝદૂર સંઘનો આક્ષેપ
-યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવતાં વિવાદ

ગોધરા:ગોધરા એસ ટી વિભાગમાં ફરજ બજાવતાં વર્કશોપ સુપરવાઇઝર દ્વારા કર્મચારીઓને કારણ વગર દબાણતળે રાખી એટ્રોસિટી જેવા કેસ નોંધાવને કરાતી કનડગતતાથી કર્મચારીઓ મુંઝવણમાં મુકાયા છે. જેના વિરોધમાં એસટી મઝદૂર સંઘ દ્વારા વિભાગીય નિયામકને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.
ગોધરા વિભાગ એસટી મઝદૂર સંઘના પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર સહિતના પ્રતિનિધિઓએ વિભાગીય નિયામકને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ સહ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નવ જેટલા ડેપો સાથે સંકાળાયેલા વિભાગમાં આશરે 100 ઉપરાંત મેકેનીકલકક્ષાના કર્મચારીઓ ફરજ બજાવે છે.ત્યારે ફરજ બજાવતાં વર્કશોપ સુપરવાઇઝર દ્વારા યંત્રાલય વિભાગના કર્મચારીઓને ખોટા દબાણો કરી કામગીરીના ભારણ તળે રાખવામાં આવે છે.
અવાર નવાર કામગીરી બાબતે મુલાકાતે જવુ પડપુ હોવા છતાં ખોટા ફરિયાદ કેસ કરીને યુનિયનને તોડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે.વધુમાં સંઘે જણાવ્યુ હતુ કે વિભાગીય યંત્રાલયમાં અને ટાયર પ્લાનમાં તેઓ ઇન્ચાર્જ તરીકે હોવા છતાં એક દિવસનીય રજા આપવામાં આવતી નથી.જો ઘરે કામ માટે રહે તો ખોટા રિપોર્ટ કે ચાર્જશીટ આપીને તેઓની ફરજને નુકસાન પહોચાડી રહ્યા છે.તેઓને પણ કોઇ પ્રશ્ને યુનિયન વતી રજૂઆત કરવા છતાં કોઇ ધ્યાને લેવાતી નથી.
અહી સેટલમેન્ટ પ્રમાણે સ્ટાફ પૂરતો ન હોઇ કર્મચારીઓનું દબાણ કરી શોષણ કરવામાં આવે છે. વધુમાં તેઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સત્તાનો દૂરુપયોગ કરી ખોટા કેસ નોંધાવવાની સાથે એટ્રોસિટીની ફરિયાદ કરીને કર્મચારીઓનું મનોબળ તોડવાના પ્રયાસો સામે તપાસ કરવાની માંગ કરાઇ છે.
યુનિયન દ્વારા બિનજરૂરી રજૂઆત કરાઇ
યુનિયન દ્વારા બિનજરુરી રજૂઆત કરાઇ છે. નિયમ પ્રમાણે રજા લેવી જરૂરી છે.પરંતુ લાંબા સમયથી ગેરહાજર રહેનાર સામે જોગવાઇ અનુસાર ફરજના ભાગરૂપ રિપોર્ટ કરવા આવશ્યક હોય છે. જ્યારે વ્યક્તિગત જાતિઅપમાનિત કરાતા હોય તો એટ્રોસિટીની ફરિયાદ કરવી ઉચિત છે. -એન.એસ.મુનિયા, વર્કશોપ સુપરવાઇઝર

કસૂરવાર સામે ખાતાકીય કાર્યવાહી ચાલુ છે
યુનિયન દ્વારા વર્કશોપ સુપરવાઇઝર સાથે ગાળગાળી કરતાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છે. જે સંદર્ભે યુનિયને પણ આવેદનપત્ર આપ્યું છે. હાલ કસૂરવાર સામે તપાસ ખાતાકીય કાર્યવાહી ચાલુ છે. -બી.કે.પરમાર, વિભાગીય નિયામક