તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં ‘બમબમ ભોલે’ના નાદ સાથે મહાશિવરાત્રીની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: સોમવારે શિવરાત્રી આવી હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તેમજ ગોધરા શહેરના પ્રભાકુંજ સોસાયટીના રામેશ્વર મહાદેવ મંદિરેથી શિવયાત્રા યોજાઇ હતી. આમ મહાશિવરાત્રી નિમિત્તે ગોધરા સહિત પંચ.- મહિસાગર જિ.માં ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. મહાશિવરાત્રીને અનુલક્ષીને ગોધરા સહિત પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોને રંગબેરંગી શિરિઝથી શણગારવામાં આવ્યા હતા.

- પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભક્તિભાવ અને અનેરા ઉત્સાહ સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી
- ગોધરાના રામેશ્વર મંદિરથી શિવયાત્રા નિકળી, જિલ્લાભરના મંદિરોમાં શિવરાત્રીની ઉજવણી થઇ

રંગબેરંગી રોશનીથી શણગારેલ મંદિરોમાં નવા વસ્ત્રોમાં સજ્જ અબાલ વૃદ્ધો દર્શનાર્થ પહોચ્યા હતા. ગોધરા શહેરની પ્રભાકુંજ સોસાયટી સ્થિત શિવમંદિર, મહાવિરનગર તથા બામરોલી રોડ પર આવેલા શિવ મંદિરો, અંકલેશ્વર મહાદેવ , લાલબાગ ટેકરી જેવા વિવિધ શિવાલયોમાં સવારથી જ શિવભક્તોનો ધસારો શરૂ થઇ ગયો હતો. આ ઉપરાંત ગોધરા શહેરના પ્રભાકુંજ સોસા.માં આવેલા રામેશ્વર મંદિરેથી શિવયાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.

શિવરાત્રીની ભક્તિમય માહોલમાં ઉજવણી સાથે ભક્તોને પ્રસાદી રૂપે ભાંગ પણ આપી હતી. ઉપરાંત કેટલાક મંદિરોમાં મોડી રાત્રી સુધી શિવધૂન ચાલી હતી. ગોધરા સહિત જિ.ના હાલોલ, કાલોલ, જાંબુઘોડા ઉપરાંત મહિસાગરના લુણાવાડા, સંતરામપુરના વિવિધ મંદિરોમાં શિવરાત્રીની ઉજવણી થઇ હતી.
આગળની સ્લાઇડમાં વાંચો... દાહોદ જિલ્લો શિવમય બન્યો: ઠેરઠેર મેળા યોજાયા
અન્ય સમાચારો પણ છે...