ગોધરા: LPG ગેસ ટેન્કરે પલટી ખાધી, 300મી.ના વિસ્તારનો વિજ પુરવઠો બંધ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગોધરા દાહોદ રોડ પર પરવડી સ્થિત પુલ નીચે એલપીજી ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાઇ ગયુ હત. શુક્રવારે બપોરે બનેલ ઘટનાને પગલે વહીવટી તથા પોલીસ તંત્ર તાબડતોબ પહોચી જરુરી કાર્યવાહી આરંભી હતી. તકેદારીના ભાગરુપે આસપાસ આવેલી એક પ્રા.શાળા તથા જલારામ ઇન્ટરનેશનલ સ્કુલ વહેલી છોડી મુકી હતી. તેમજ 300 મીટરના એરીયાનો વિજ પુરવઠો પણ બંધ કરી દેવાયો હતો.

વહીવટી - પોલીસ તંત્ર તાબડતોબ પહોચી જરૂરી કાર્યવાહી કરી

સુરતથી ઇન્દોર એચપી કંપનીના એલપીજી ગેસ ભરેલુ ટેન્કર તા.16 સપ્ટેમ્બરના રોજ ગોધરાથી પસાર થઇ દાહોદ જતુ હતુ. આ દરમ્યાન શહેરથી દુર પરવડી પાસે આવેલ ઓવરબ્રીજના વળાંક પાસે અચાનક ટેન્કર પલટી ખાઇ ગયુ હતુ. જેના કારણે ટેન્કરમાંથી ગેસ ધીરેધીરે લીકેજ થવાનું શરુ થયુ હતુ. આ ઘટનાની જાણ થતા પુરવઠા અધિકારીગઢવી, પ્રાંત અધિકારી, ડીવાયએસપી નાઇ સહિત પોલીસ અને વહીવટી સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત ગોધરાની ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ગઇ હતી.

તકેદારીના ભાગરુપે આસપાસ આવેલી સ્કુલો છોડી મુકાઇ

ગેસની લીકેજ શરુ થતા તંત્રના અધિકરીઓ દ્વારા પ્રાથમિક શાળાને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. તેમજ થોડે દુર આવેલી જયજલારામ સ્કુલ પણ વહેલી છોડી દીધી હતી. બીજી તરફ ટેન્કરમાથી ગેસ લીકેજ થતો હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરી રહયા છે. વધુમાં 300 મીટરના એરીયામાં વિજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જીલ્લા પોલીસ તંત્ર દ્વારા આવતા વાહનોને પરવડી ચોકડીથી ડાયવર્ટ કરી રસ્તો ખુલ્લો રાખ્યો હતો. જોકે આ ઘટનાથી ટ્રાફીકને કોઇની અસર પહોંચે તેમ નથી. ખાસ કરીને વહીવટી તથા પોલીસ તંત્ર કોઇ અનિચ્છનિય ઘટના ન બનેની તકેદારી રાખી હતી. ગેસ લીકેજને કંટ્રોલમાં લાવવા માટે તંત્ર દ્વારા વડોદરા અને અમદાવાદ સ્થિત એચપી કંપનીના અધિકારીઓને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આગળની સ્લાઇડમાં વાંચો, લીકેજ ગેસ પર પાણીના મારો ચલાવાયો....
અન્ય સમાચારો પણ છે...