ગોધરા:4 છાત્રોએ રિમોટલી ઓપરેટેડ સ્માર્ટ ગન બનાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા:ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ગોધરાના 4 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા વીજ આધારિત રિમોટલી ઓપરેટેડ સ્માર્ટ ગન તૈયાર કરવામાં આવી છે. જે મોબાઇલ તેમજ લેપટોપ દ્વારા ઓપરેટ કરી શકાય છે. માત્ર ચાર કિલો મહત્તમ વજનની આ ગન અંગેનો પ્રોજેકટ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કોલેજમાં રજૂ કર્યો હતો.
Paragraph Filter
- ગોધરા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ માત્ર 4 કિલો વજનની ગનનો પ્રોજેક્ટ રજૂ કર્યો
- મોબાઇલ-લેપટોપથી ઓપરેટ થાય તેવા આ પ્રોજેકટને ગુજરાત ટેક્નો. યુનિ.(GTU)માં મોકલાયો

ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કેાલેજ ગોધરામાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ પરીખ વ્રજ, શાહ શ્રુજલ, શાહ પૂર્વા તથા હિમાંશુ શ્રીવાસ્તવને અભ્યાસકાળ દરમિયાન કોલેજમાં ક્રિએટિવ પ્રોજેકટ રજૂ કરવા દરમિયાન પોતાના અભ્યાસની સાથે કંઇક નવું કરવાની મહેચ્છા ધરાવતાં તેઓએ આધુનિક રિમોટલી ઓપરેટેડ સ્માર્ટ ગન બનાવવાનું નક્કી કર્યુ હતું. અને એક વર્ષ અગાઉ આ ટીમની ટીનેજર વિદ્યાર્થિની પૂર્વા તથા ટીમના સભ્યોએ પોતાની કોલેજના પ્રોફેસરને સાથે રાખી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
અને ઇન્ટરનેટ પરથી સંરક્ષણને લગતી ભારત સરકારની ડીઆરડીઓ વેબ સાઇડ મારફતે વિગતો મેળવી હતી. આ પ્રોજેકટને પૂર્ણ કરવા માટે ખર્ચ થનારી રકમનો પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ આ વિદ્યાર્થીઓએ આ પ્રશ્નનું પણ નિરાકરણ લાવી રકમ પોતાને મળતી પોકેટ મનીમાંથી ખર્ચ કરવાનું નક્કી કરી ગન બનાવવાની કામગીરી શરૂ કરી હતી.
જરૂરી ફેબ્રિકેશન તથા ઇલેકટ્રોનિકસ સામગ્રીનું કામકાજ પૂર્ણ કરાવીને પોતે તેનું પરીક્ષણ કર્યુ હતું. અને ચારે વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા. આખરે મંગળવારે કોલેજમાં પહોંચી તેઓએ તૈયાર કરેલી માત્ર 4 કિલો વજનની સ્માર્ટ ગનનો પૂર્ણ પ્રોજેકટ રજૂ કરી નિરાંતનો શ્વાસ લીધો હતો. પ્રોફેસર એન.જે.પરમારે પણ આ પ્રોજેકટને બિરદાવી ગુજરાત ટેકનો.યુનિ.(જીટીયુ)માં મોકલી આપ્યો છે.
કેટલો ખર્ચ થયો

મોટે ભાગે આધુનિક વેપન તૈયાર કરવા માટે અનેકવાર લાખોનો ખર્ચ થતો હોય છે. પરંતુ રિમોટલી ઓપરેટેડ સ્માર્ટ ગન તૈયાર કરવા માટે કોલેજના આ વિદ્યાર્થીઓની ટીમે માત્ર 18થી 20 હજાર જેટલો ખર્ચ પોતાની પોકેટ મનીમાંથી કર્યો છે. જેમાં બિહારથી એરગન રૂ.3500ની મંગાવી હતી. તથા ફેબ્રિકેશનને લગતી તેની સામગ્રીમાં રૂ.4 હજાર તથા ઇલેકટ્રોનિકસ સામગ્રીના રૂ.10 હજાર જેટલો ખર્ચ થયો છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો,લશ્કરમાં ઉપયોગમાં લેવાય તે માટે રજૂઆત,વિચાર કેવી રીતે આવ્યો,ગોપનીય રીતે ઉપયોગ થઇ શકે,WIFI મોડેમ, વેબકેમનો ઉપયોગ...
અન્ય સમાચારો પણ છે...