ગોધરા-દાહોદ એક્સપ્રેસ હાઇવે પર 50% સ્ટ્રીટ લાઇટ બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
દેવગઢ બારિયા:બીએસસીપીએલનો ગોધરાથી દાહોદને જોડતો એક્સપ્રેસ હાઇવે આવેલ છે. આ હાઇવે પર પંચમહાલ અને દાહોદ જિલ્લાના ઘણા નાના મોટા ગામો આવેલ છે. રોડ પર જ્યાં જ્યાં ગામો આવેલ છે ત્યાં એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા સ્ટ્રીટ લાઇટ્સ મુકવામાં આવેલ છે.
આમાંની મોટા ભાગની લાઇટ્સ બંધ હોઇ આ બાબતે અવાર નવાર રજૂઆતો કરવા છતાં આ લાઇટ્સ ચાલુ કરવામાં આવતી નથી. જેથી હાઇવે પર આવેલ ગામોમાં અંધારાના લીધે અવાર નવાર નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે. હાલમાં જ દાહોદ પાસે ઢઢેલામાં અંધારામાં ગાડી ડીવાઇડર પર ચડી જતાં અકસ્માત થયો હતો.
અન્ય સમાચારો પણ છે...