ગોધરા: PMને મળવાની કલેક્ટર પાસે મંજૂરી માગી, પાટીદાર આગેવાનોની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલાઓ દ્રારા અગાઉ પ્રધાનમંત્રીને મળવા માટે મંજુરી માગી છે. ત્યારે કોઇ અવ્યવસ્થા ન થાય ત્યારે ગોધરા,કાલોલ તથા શહેરામાંથી મધ્ય ગુજરાત કન્વીનર ઉદય પટેલ સહિત નવ આગેવાનને નજરબંદી સાથે પોલીસે ડીટેઇન કરાયા હતા.

મ.ગુ. કન્વીનર સહીત નવ કાર્યકરોને નજર કેદ કરાયાં

પાટીદાર અનામત આંદોલનના મધ્ય ગુજરાત ઝોન કન્વીનર સહિતનાઓએ ગત બે દિવસ પૂર્વે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં આજે પધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની પરમીશન મંગાઇ હતી. ત્યારે આજની સભામાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે ગોધરાના મધ્ય ગુજરાત કન્વીનર ઉદય પટેલ,ડાહ્યભાઇ પટેલ, મહેશ પટેલ શહેરામાંથી જીતુભાઇ પટેલ, નિલમભાઇ પટેલ, એસપીપટેલ, જ્યારે કાલોલમાથી રાજેશભાઇ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, ભરતભાઇ પટેલ એમ નવ સભ્યોને પોલીસ દ્રારા નજરબંદી કરવા સાથે ડીટેઇન કરવામાં આવતા ચર્ચાનાનો વિધાય બન્યો છે.

અનામત આંદોલનના વિવિધ પ્રશ્નો બાબતે પ્રધાનમંત્રીને રજુઆત

અત્રે નોંધનીય છે કે આજે લીમખેડામાં આગમન થનાર પ્રધાનમંત્રીને મળવા માટે મંજુરી માગી હતી. જેમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનના વિવિધ પ્રશ્નો બાબતે પ્રધાનમંત્રીને રજુઆત કરવાની હોય તો સમાજના પાંચ આગેવાનોને કાયદાની મર્યાદામાં રહી મળવા માટેની વ્યવસ્થા કરી આપે. જેમાં યુવાનો ઉપર ખોટા કેસ કરી ફસાવવામાં આવે છે, તેની ન્યાયી તપાસ કરવા બાબત, પાટીદાર સમાજની બંધારણીય અનામતની માંગ કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...