દારૂ પર પ્રતિબંધનાં ધજાગરા: ગોવાથી દાહોદ લઇ જવાતો 65 લાખનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતા ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હતો. ગોધરા આર.આર.સેલની ટીમને મળેલ બાતમીના આધારે બુધવારની રાત્રે ગોધરા દાહોદ હાઇવે ઉપર ગોવા થી દાહોદ લઇ જવાતો વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને ઝડપી પાડ્યુ હતુ. કન્ટેનર સહિત અધધધ..રૂ.65 લાખના મુદ્દામાલ સાથે ડ્રાયવરની ઝડપી પાંચ વિરુધ્ધ ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
 
કન્ટેનર સહિત રૂ.65 લાખના મુદ્દામાલ સાથે ડ્રાયવર ઝડપાયો : 5 સામે ગુનો
 
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતા ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હતો. પરંતુ સરકાર દ્વારા દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવાતા બુટલેગરો દ્વારા દારૂની હેરા ફેરી માટે દરરોજે અલગ અલગ કિમીયા અજમાવવામાં આવતા હોય છે. આવાજ એક કિમીયામાં એક કન્ટેનરમાં ગોવાથી દાહોદ લઇ જવાતા વિદેશી દારૂના જથ્થાને આર.આર.સેલ.ની ટીમે ઝડપી પાડ્યો છે.
 
હાઈવે પરથી દારૂની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ કર્યો 
 
પંચમહાલ જિલ્લા પોલીસ બાદ હવે આર.આર.સેલની ટીમે પણ હાઈવે પરથી દારૂની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ બુધવારની મોડી રાત્રે આર.આર.સેલની ટીમે એક ટ્રકમાંથી રૂ. 55,77,600 ની કિંમતની 94,668 નંગ દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આર.આર.સેલના પીએસઆઈ બી.આર.રબારી તથા તેમની ટીમ જિલ્લાની હદમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ટ્રક નં. એમએચ-46-એચ-0399માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ગોવાથી દાહોદ લઈ જવાતો હોવાની બાતમી મળતાં આર.આર.સેલની ટીમ ગોધરા દાહોદ હાઇવે ઉપર સાકલી નજીક વોચમાં ગોઠવાઇ હતી. 
 
ટ્રકમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો નજરે પડ્યો
 
દરમિયાન મોડી રાતના ટ્રક આવી પહોંચતા પોલીસે તેને રોકી હતી. ટ્રકમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો નજરે પડ્યો હતો. ટ્રકને પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લાવી હતી. ટ્રકના કન્ટેનરમાં મુકેલ વિદેશી દારૂની પેટીઓ ગણતરી કરતા કુલ 2264 નંગ પેટીઓ તથા છુટક નંગ 2520 કબ્જે કરી હતી. કુલ 94,668 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળ્યો હતો. જેની કુલ કિંમત રૂ.55,77,600 તથા પ્રોહી મુદ્દામાલ ભરેલ કન્ટેનર જેની રૂ.10 લાખ તથા ટ્રકના ડ્રાયવર સમીર અહમદ કુટ્ટી (રહે.તમીલનાડુ)ની તપાસ કરતા તેની પાસેથી મળેલ મોબાઈલ મળી કુલ રૂ. 65,78,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો,ગોધરા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી...
અન્ય સમાચારો પણ છે...