તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડતર જમીનમાં થતા પુવાડિયાના પાન, આયુર્વેદીક સાથે ખોરાકમાં કરે છે ઉપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા: પડતર જમીનમાં આપોઆપ થતા પુવાડ (પુવાડિયા)ના પાન પોતાના જમવાના ખોરાકમાં ઉમેરી જમવાનું સ્વાદીસ્ટ બનાવે સાથે સાથે આયુર્વેદીક ઉપચાર પણ થાય છે. તેવા આશય સાથે પુવાડના પાનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે.

જમવાનું સ્વાદીસ્ટ બનાવે સાથે સાથે આયુર્વેદીક ઉપચાર

ધોધંબા પંથકના આદિવાસીઓને વનમાં અને વન બહારની પડતર જમીનમાં આપોઆપ થતા પુવાડ (પુવાડિયા)ના પાન પોતાના જમવાના ખોરાકમાં ઉમેરી જમવાનું સ્વાદીસ્ટ બનાવે સાથે સાથે આયુર્વેદીક ઉપચાર પણ થાય છે. તેવા આશય સાથે પુવાડના પાનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે.વન વિસ્તાર અને હાઇવે રોડની બાજુની પડતર જગ્યામાં ચોમાસાની સીઝનમાં આપોઆપ કોઇ પણ જાતના બી ના વાવેતર વગર અને કોઇ પણ જાતની માવજત વગર બહોળા પ્રમાણમાં થતા પુવાડના છોડના પાને તોડી તેને વ્યવસ્તિત રીતે પાણીથી ઘોઇને ઝીણા ઝીણા કાપીને તાપમાં સુકવી દેતા હોય છે. સુકવ્યા બાદ તુવેરદાળ કે ઝાડના સુકવેલા પાનને તેમના ભોજનમાં પકવતી વખતે ઉમેરતા હોય છે.

પેટનો દુ:ખાવો નથી થતો કબજીયાત નથી રહેતો

તેવોના ભોજનને સ્વાદીષ્ટ બનાવે છે. તથા આ પાન આરોગ્યની દ્રષ્ટીએ પણ અતિ ઉપયોગી હોવાનું આદિવાસીઓ જણાવ્યુ છે. પાનને ભોજનમાં લેવાથી પેટનો દુ:ખાવો નથી થતો કબજીયાત નથી રહેતો અને અમો 250 ગ્રામ તુવેરદાળ ઓરીયે તો તેમાં 500 ગ્રામ જેટલા પાન ઉમેરતા હોય છે. મોંધવારીના આ જમાનામાં વગર પૈસે અમાર ખોરાકના વજનમાં વધારો થાય છે.
આગળની સ્લાઇડમાં વાંચો, અલગ અલગ શાક તથા દાળમાં ઉપયોગ લે છે....
અન્ય સમાચારો પણ છે...