ગોધરામાં શ્રીજીની શોભાયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગણેશોત્સવના ભાગરૂપે સ્થાનિક પોલીસ, RAFના 125 અને એસઆરપીના 75 જવાનોની 3 દિવસથી ફ્લેગમાર્ચ

ગોધરા : ગોધરા શહેરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ યોજાય અને સૌહાર્દભર્યુ વાતાવરણ બની રહે એ માટે પોલીસ દ્વારા માઇક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે સ્થાનિક પોલીસ આરએએફ બટાલિયન અને એસઆરપી જવાનો દ્વારા ગોધરા શહેરના શ્રીજી પ્રતિમા શોભાયાત્રા રૂટ પર બે ત્રણ દિવસથી ફલેગમાર્ચ કરવામાં આવી રહી છે.

પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં ગણેશજીની પ્રતિમાઓનું ગુરુવારે સ્થાપન કરવામાં આવ્યુ હતું. વિઘ્નહર્તાની નિયત ક્રમ પ્રમાણે પૂજા પાઠ અને આરતી ઉતારાશે. બંને જિલ્લામાં શ્રીજીના આગમનથી વાતાવરણ ભકિતમય બની ગયુ હતુ. બીજી તરફ શ્રીજીની સ્થાપના બાદ વતાવરણ ગણેશમય બન્યો છે. ત્યારે પોલીસ તંત્ર ગણેશોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસ તૈયારીઓ પૂર્ણ કરી સજજ બનાવવામાં વ્યસ્ત બન્યું છે. જેના ભાગ રૂપે સ્થાનિક પોલીસ આરએએફ બટાલિયન અને એસઆરપી જવાનો દ્વારા ગોધરા શહેરના શ્રીજી પ્રતિમા શોભાયાત્રા રૂટ પર બે ત્રણ દિવસથી ફલેગમાર્ચ કરવામાં આવી રહી છે.

ગોધરા શહેરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ યોજાય અને સૌહાર્દભર્યુ વાતાવરણ બની રહે એ માટે પોલીસ દ્વારા માઇક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ગણેશ પ્રતિમા સ્થાપના અને ત્યારબાદ શોભાયાત્રા સાથે પ્રતિમા વિસર્જિત કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુસર પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સ અને વહીવટી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા છે. ગણેશોત્સવના ભાગરૂપે આરએએફના 125 અને એસઆરપીના 75 જવાનો ગોધરા ખાતે આવી ચૂક્યા છે.
છેલ્લા બે ત્રણ દિવસથી સવારે તથા મોડી સાંજે ગોધરામાં શ્રીજી પ્રતિમા શોભાયાત્રા વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઇ રહી છે. આરએએફ તેમજ એસઆરપી જવાનો ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. જોકે કેટલાક વિસ્તારોમાં પુનઃ માર્ચ યોજાઇ હતી.