તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ: જુમ્મા મસ્જિદમાં દારૂની મહેફિલ, 4 શખ્સો એ કર્યો સિક્યુરિટી પર હૂમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ: પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી ઐતિહાસીક જુમ્મા મસ્જિદમાં ચાર શખ્સોને દારૂની મહેફિલ કરતા રોકનાર પુરાતત્વ વિભાગના સિકયુરીટી જવાન પર હૂમલો કર્યો હતો. ફરજ પરના જવાને પોલીસને જાણ કરતાં તમામની અટક કરવામા઼ આવી હતી. અને મામલતદાર સમક્ષ રજૂ કરાતા જામીન મુક્ત કર્યા હતાં.

ચારથી પાંચ ઇસમોએ દારૂની મહેફિલ માણી

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે. ત્યારે પાવાગઢ ખાતે જુમ્મા મસ્જીદમાં જ રાત્રીએ દારુની મહેફીલ માણનારા તત્વોને ફરજ પરના સિકયુરીટી જવાન પ્રવિણભાઇ ચારણે રોકતા આ આરોપીઓએ તેઓ પર હુમલો કરી ગણવેશ ફાડી નાંખ્યો હતો. તા.18 માર્ચના રોજ રાત્રે આ બનાવ બનવા છતા પાવાગઢ પોલીસે લેખિત ફરીયાદને ધ્યાનમાં લીધી નથી. તે અંગે આશ્ચર્ય ઉપજે છે. આ બનાવ સંદર્ભે ફરીયાદીએ પોતાની અરજીમાં જણાવ્યા મુજબ ભારતીય પુરાતત્વ વિભાગ પાવાગઢના રાષ્ટ્રીય સ્મારક જામા મસ્જીદ ઉપર રાત્રે આશરે 10 વાગ્યા બાદ અંદરના ભાગે ચારથી પાંચ ઇસમો બેઠા હતા. અને તેઓ દારૂ પીતા હતા. આ સિકયુરીટી જવાને આ લોકોને મસ્જીદમાંથી બહાર નિકળવાનું કહેતા તેઓ પીધેલી હાલતમાં હતા.

ફરિયાદ નોંધાવતાં ચારે હૂમલાખોરોની અટક કરાઇ

ઉશ્કેરાઇને આ જવાનની ફેટ પકડી મારપીટ કરી હતી. ઉપરાંત નશામાં ધૂત આ ચારેવ જણાએ ટીફીન કાઉન્ટર અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ચાર ઇસમોમાં સ્થાનિક દારુનો વેપારી અને માથાભારે માણસ તરીકે કુખ્યાત બાદલભાઇ રાજુભાઇ ગરાસીયા હતો. અને તેઓ સાથે તેના અન્ય મિત્રો સામેલ હતા. આમ સરકારી ફરજમાં અડચણો ઉભી કરી સિકયુરીટી જવાનને ચાર મારનારા અને જામા મસ્જીદએ પવિત્ર જગ્યા હોવા છતાં અને તેની અંદર રાત્રીના સમયે સરકારી નિયમ મુજબ પ્રવેશ ન અપાતો હોવા છતાં પ્રવેશી દારુની મહેફીલ માણનારા આ તત્વો સામે પોલીસ અરજી આપ્યાના ત્રણ દિવસ બાદ પણ કોઇ કાર્યવાહી ન કરતા પ્રજામાં આશ્ચર્ય ફેલાયુ છે. જો રક્ષકો જ સલામત ન હોય તો યાત્રાળુઓની સલામતી શું.

હું ગભરાઇ જઇ સંતાઇ ગયો હતો

બનાવની રાત્રે હું એકલો જ હોઇ સામે ચારથી પાંચ ઇસમો દારૂ પીઘેલી હાલતમાં હતા. અને મારા પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી પથ્થરમારો કરતા હું ગભરાઇ જઇ સંતાઇ ગયો હતો. આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરુરી છે. - પ્રવિણભાઇ સવસુરભાઇ ચારણ, સિકયુરિટી ગાર્ડ, જામા મસ્જિદ
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો