• Gujarati News
  • Elder Brother Was Killed Throwing Ax In Ashapur Village Latest News

આશપુર ગામે નજીવી વાતે કુહાડીના ઘા ઝીંકી ભાઇએ જ મોટાભાઇની હત્યા કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુખસર:ફતેપુરાના આશપુરની પરિણીતાને એક યુવક ભગાડી ગયો હતો. તપાસ કરતાં યુવાન પરિણીતા સાથે સંતરામપુરના ખોડધરા ગામે હોવાની જાણ થતાં યુવાન નાસી ગયો હતો. અને પરિણીતાને આશપુર પરત લઇ આવ્યા હતા. જેની અદાવત રાખી યુવકે તેના મોટા ભાઇને ગળા પર કુહાડીના ઘા મારી હત્યા કરી દેતાં ચકચાર મચી છે. યુવકે તેની પત્ની અને ભાભીને પણ કુહાડીના ઘા મારી ઇજાગ્રસ્ત કરતાં તેમને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Paragraph Filter
-નજીવી વાતે કુહાડીના ઘા ઝીંકી ભાઇએ જ મોટાભાઇની હત્યા કરી
-હત્યારો 8 માસ અગાઉ વટલીની પરિણીતાને લઇ ભાગી ગયો હતો: પત્ની,ભાભી પર હુમલો
-પરિણીતાનો કબજો તેના પિતાને સોંપવાની અદાવતે ભાઇની હત્યા કરી ફરાર
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના આશપુર ગામના સુભાષ મતાભાઇ કટારાના સાતેક વર્ષ અગાઉ મારગાળા ગામના લાલાભાઇ દેવાભાઇ ભાભોરની પુત્રી રમીલાબેન સાથે લગ્ન થયેલ છે અને હાલમાં ત્રણ પુત્રીઓ પણ છે. જ્યારે સુભાષને ભીચોર ગામના રામજી પ્રતાપ પારગીની પુત્રી સવિતા સાથે આંખ મળી જતાં આઠ માસ અગાઉ ઘર છોડીને ભાંગી ગયા હતા અને અલગ અલગ જગ્યાએ આશરો લઇ દિવસો ગુજારતાં હતા પરંતુ સુભાષના મોટાભાઇ વિનુભાઇ તથા ફુવા લાલસીંગભાઇ ભાભોરને ભાળ મળતાં સંતરામપુર તાલુકાના ખોડધરા ગામે જઇ તપાસ કરતાં સુભાષ ભાગી છુટ્યો હતો.
જ્યારે સવિતા ઝડપાઇ ગઇ હતી અને તેને આશપુર ગામે લઇ આવ્યા હતા અને સવિતાનો કબજો તેના પિતાને સોંપવાનો હતો તેની અદાવતે પકડી લાવનાર વિનુભાઇ ઉપર અદાવત રાખી સુભાષ સવારે પાંચેક વાગ્યાના અરસામાં કુહાડી લઇ ઘરે આવ્યો હતો અને વિનુભાઇની ગરદન પર આડેધડ ઘા ઝીંકી ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું. આ સમયે છોડાવવા પડેલ પત્ની રમીલાબેનને માથામાં કુહાડી મારવા જતાં ડાબો હાથ આડો કરી લેતાં હાથે ઘા પડ્યો હતો.
જ્યારે ભાભી વરૂડીબેનને પણ સુભાષે માથામાં કપાળના ભાગે કુહાડીનો ઘા કરતાં હાલ ગોધરા દવાખાનામાં સારવાર હેઠળ છે. હત્યારો હત્યા કરી ઇજાઓ પહોંચાડી કુહાડી સ્થળ પર છોડી ફરાર થઇ જવા પામેલ છે. બનાવ સંબંધે મૃતક વિનુભાઇના ભાઇ અશ્વિનભાઇ કટારાએ સુખસર પોલીસમાં ફરિયાદ આપતાં હત્યારા સુભાષ મતાભાઇ કટારાની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો,મારો પતિ ખૂબ જ ઝનૂનથી આવ્યો હતો,હત્યારાને ટૂંક સમયમાં જ ઝડપી લઇશું....