બોડેલી આવવા નદી પર છલીયાના અભાવે લોકો પાણીમાં ચાલવા મજબુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી: બોડેલી તાલુકાના પાંધરા અને ગડોથ બે ગામ વચ્ચે મેરિયા નદી વહી રહી છે તેના પર છલીયું ના બનાવતા બન્ને તરફ ના લોકોને ત્રણ કિમિ.ને બદલે 10 કિમિ નો લાંબો ફેરો પડી રહ્યો છે. હાલ કેટલાય લોકો મેરીયા નદીના પાણીમાંથી ચાલીને આવ જા કરી રહ્યા છે. આ બંને ગામ અગાઉ પાવીજેતપુર તાલુકામાં હતા અને હવે બોડેલીમાં સમાવિષ્ટ કર્યા છે. ત્યારે ગ્રામજનોને આશા છે કે હવે તો ગામનો વિકાસ થશે.જાંબુઘોડા રોડ પર બોડેલી તાલુકાના પાંધરા ગામેથી અંતરિયાળ બે કિ.મિના અંતરે નદી આવે છે અને સામે પાર ગડોથ અને જીવનપુરા ગામ આવેલા છે. 
 
આ ગામના લોકો માટે મેરિયા નદી પર છલીયું બને તો ઘણી રાહત થઈ શકે છે પણ છલીયાના અભાવે ગડોથ તરફની પ્રજાને જબુગામ થઈને બોડેલી આવવું પડે છે જો છલીયું બને તો પાંધરા થઈને માંડ ત્રણેક કિમી. થાય છે .હાલ કેટલાક લોકો મેરિયા નદીના પાણીમાંથી ચાલીને આવજા કરી રહ્યા છે. આ બન્ને ગામો અગાઉ પાવીજેતપુર તાલુકામાં હતા અને હવે બોડેલીમાં સમાવિષ્ટ કર્યા છે. આવા ગામોમાં વિકાસના કામો પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધીઓએ પૂરતું ધ્યાન જ આપ્યું નથી તેવું દેખાઈ રહ્યું છે.

હજી આવા ગામડાની પ્રજાને ગતિશીલ ગુજરાત નો જાણે ખ્યાલ જ નથી. ત્યારે ધારાસભ્યો સહિતના પ્રતિનિધિઓ આવા વિકાસ ના કામ માટે મથામણ કરે તો તેમની કદર પ્રજા અવશ્ય કરશે નહિતર આગામી વિધાનસભામાં ગ્રામજનો વિફરે તો નવાઈ નહિ.પાંધરા ના મુખ્ય માર્ગથી નદી સુધી તંત્રે ડામર રોડ બનાવ્યો છે અને પાંધરાથી ગડોથ નદી ઓળંગીને લોકો જઇ રહયા છે છતાં પાંધરા ગામે નદી રોડ પર ગડોથ જવાનું બોર્ડ મારીને લોકોને તંત્ર લોકો ને નદી ઓળંગવા મજબુર કરી રહ્યા હોય એમ લાગી રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...