• Gujarati News
  • Disruption Of Water Lines Damage To Farm Land At Jhagadia Latest News

રૂંઢથી તલોદરા વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણથી બે ખેડૂતની જમીનને નુકસાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ખેતરમાં પાઇ લાઇનમાં પડેલું ભંગાણ દર્શવતો ખેડૂત)
-પાઇપ લાઇનના ખોદકામ બાદ પુરાણ નહીં કરતા જમીન વેરાન બની ગઇ
-ખેડૂતો દ્વારા વળતર મેળવવા GIDC સત્તાધીશોને કરેલી રજૂઆત

ઝઘડિયા:ઝઘડિયા તાલુકાની જી.આઇ.ડી.સી.ની રૂંઢ ગામેથી તલોદરા જતી પાણીની પાઇપલાઇનમાં નાના મોટા ગાબડાઓ અને પાઇપ લાઇનમાં પડેલા ભંગાણથી બે ખેડૂતોની જમીનને નુકસાન પહોંચ્યું છે. જીઆઇડીસી દ્વારા પાઇપ લાઇન નાખ્યા પછી પુરાણ નહી કરાતા ખેતરોમાંથી પસાર થતી પાઇપ લાઇનના કારણે ખેડૂતો સરખો પાક પણ લઇ શકતા નથી. જેથી કરીને તેમને નુકસાન ઉઠાવવાનો વારો આવે છે.
આ પાઇપ લાઇન અવિધા થઇ પસાર થતી હોવાથી અવિધાના સરવે નંબર 377 વાળી જમીન જેના જમીન માલિક અક્ષય અશ્વીન પટેલ તેમજ સરવે નંબર 56 જમીન માલિક ડાહયાભાઇ પરસોત્તમ ૫ટેલ જેના વહીવટકર્તા શૈલેશ કંચન પટેલના ખેતરમાંથી પસાર થાય છે. પાઇપ લાઇન નાખતી વખતે આ ખેતરમાં ખોદકામ કરવામાં આવ્યું હતું ૫ણ ખોદકામ કર્યા બાદ પુરાણ કરવામાં ન આવતા તેમની આ જમીન વેરાન બની ગઇ છે અને ખેડૂત પાક લઇ શકતો નથી.

અત્યારે આ ખાડામાં બાવળીયાના ઝાડ ઉગી નીકળ્યા છે. તેમજ પાઇપ લાઇન લીકેજ ૫ણ હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે. પાઇપ લાઇનનું સમારકામ કરવા તેમજ નુકસાનીનું થયેલ વળતર મેળવવા જી.આઇ.ડી.સી.માં અરજી કરવામાં આવી છે. અત્યાર સુઘી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર આ૫વામાં આવ્યું નથી.
અરજી મળ્યે કાર્યવાહી કરવામાં આવશે
ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામના બે ખેડૂતોની જમીનને થઇ રહેલાનુકસાનની બન્ને ખેડૂતો દ્વારા સત્તાધીશોને કરવામાં આવેલી અરજી હજુ સુધી મળી નથી. અરજી મળી જતા અધિકારીઓ દ્વારા ખેતરોની સ્થળ મુલાકાત લઇ તાત્કાલિક લાઇનના મરામતી કામગીરી હાથ ધરાશે. -ગુલામ શેખ, ડે. ઇજનેર, ઝઘડિયા,જીઆઇડીસી