• Gujarati News
  • Devgadh Baria Dhanpur Village In Dedicated Multi Crore Development Works By BachuBhai Khabad

દેવગઢ બારિયા-ધાનપુરમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.)
-મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા બંને તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂ.19 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
-નવીન માર્ગો, પુલો, શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરાયા
દેવગઢ બારિયા:દેવગઢ બારિયાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત દેવગઢ બારિયા અને ધાનપુર આ બંને તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ યોજનાઓ અંતર્ગત બનીને પૂર્ણ થયેલા કરોડોના કામોનું લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણ થતાં બંને તાલુકામાં થયેલા વિકાસ કામોનો લાભ લોકો લેશે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.29 અને તા.30ના રોજ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં તા.29/5ના રોજ ધાનપુર તાલુકાના વેડ-ઘડા ડભવા રોડનુ લોકાર્પણ જે 2 કરોડ 10 લાખના ખર્ચે બનેલ છે. રામપુર-નાકટી ગામને જોડતા રોડ પર 8 કિમી રોડ અને નવ બ્રિજ 3 કરોડ 60 લાખ, વાસીયા ડુંગરી મંડોર રોડ તેમજ વાંસીયા ડુંગરી લોકલ કોતર નાળું 4 કરોડ 50 લાખ, પીપોદરા, ઘોડાઝર, ચીલાગોટા રોડ 8 કિમી અને 13 નાળા આ રોડ 5 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે બનેલ જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બાદ તા.30ના રોજ દેવગઢ બારિયા તાલુકામાં રૂવાબારી 8 કિમી એપ્રોચ રોડ અને 6 નાળા 2 કરોડ 40 લાખના ખર્ચે બનેલ રોડનું લોકાર્પણ, ઉધાવળા એપ્રોચ રોડ 50 લાખના ખર્ચે બનેલ રોડનું લોકાર્પણ તેમજ હિન્દોલીયા શાળાના 7.26 લાખ રૂપિયાના ખર્ચે બનેલ નવીન ઓરડાનું લોકાર્પણ મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં મંત્રી બચુભાઇ ખાબડની સાથે જિલ્લા પ્રમુખ સુધીરભાઇ લાલપુરવાળા, દે.બા. તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠવા, પાર્ટી પ્રમુખ જુવાનસિંહ પટેલ, ઉપપ્રમુખ સુરસીંગભાઇ ચૌહાણ તેમજ તાલુકાના અને જિલ્લાના પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.