તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદર કેનાલના ના.કા.ઇજનેર રૂપિયા 1 લાખની લાંચ લેતાં ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા ભાદર કેનાલ કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનર તથા મદદનીશ ઇજનેરે વરધરી સ્વરુપસાગર તળાવના વેસ્ટવીયરના કામના ફાઇનલ બિલની ટકાવારીના રૂા.1 લાખ લાંચની માગણી કરી હતી. જેથી મહીસાગર એસીબીએ છટકું ગોઠવી મદદનીશ ઇજનેર બહાર હોવાથી લાંચની રકમ નાયબ કામદાર ઇજનેરને આપવાનું જણાવતાં તેઓ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા હતા. આ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
- તળાવના રૂપિયા 20 લાખના કામના ફાઇનલ બિલ પેટે લાંચ માગી હતી
- ડીઇઓ અને એસઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી
લાંચ રૂશ્વત વિરોધી શાખા પાસેથી મળતી માહિતી મુજબ લુણાવાડા તાલુકાના વરધરી સ્વરુપસાગર તળાવના વેસ્ટવીયરનું રૂા.19 લાખનું કામ ગોઠીબ ગામના વતની દક્ષેશ પી પટેલને લાગ્યું હતું. જે કામ પેટે ત્રણ રનિંગ બિલ તેમણે લઇ લીધા હતા. જે પૈકી ફાઇનલ બિલના બાકી નીકળતા પાંચેક લાખ માટે મદદનીશ ઇજનેર કરન એન.પટેલ તથા તેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.એચ.ટેલર વતીના રૂા.1 લાખ નવ હજારની માંગણી કરી હતી. જે અંગે કોન્ટ્રાક્ટર દક્ષેશ પટેલે મહીસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબી પોસઇ જે.આર.વાઘેલા તથા સ્ટાફના કોન્સ્ટેબલ અભેસિંહ મહેન્દ્રસિંહ તથા સુરેશ લબાનાએ સંયુકત ટીમ બનાવી છટકું ગોઠવ્યું હતું.

જેમાં ટેલીફોનિક વાતચીતમાં મદદનીશ ઇજનેર કરન એન.પટેલે પોતે બહાર હોવાનું જણાવ્યું હતું. જેથી તેમની ટકાવારીની રકમ ડે.નાયબ કાર્યપાલક ઇજનેર એ.એચ.ટેલરને આપી દેવા જણાવ્યું હતું. ત્યાર બાદ દક્ષેશ પટેલ દ્વારા ટેલરને ફોન કરતા તેમણે કોટેજ ચોકડી પહોંચી ના.કા.ઇજનેરને રંગેહાથે રૂા.1 લાખની લાંચ લેતાં દબોચી લીધા હતા. તથા બંને અધિકારીઓ પર ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તથા બંને અધિકારીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...