તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૂગલ કંપનીમાં ગુજરાતના યુવાનની પસંદગી, દીપે કર્યું માતા-પિતાનું નામ રોશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી: બોડેલીના ચલામલી ગામના સામાન્ય પરિવારના દિકરાએ અસામાન્ય કામ કરી વિશ્વની સૌથી મોટા ઇન્ટરનેટ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી ગૂગલ કંપનીમાં પસંદગી થઇ છે. ચલામલી ગામમાં રહેતા પંચોલી પરિવારના દિકરો દીપ દિનેશ પંચોલી અમેરિકાના સન ફ્રેન્સીસકો ખાતે 11, 12, 13 ઓક્ટોબરના રોજ લોકલ ગાઇડ સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં વિશ્વના 150 એન્જીનીયરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતના 3 એન્જીનીયરની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરતનો એક માત્ર દીપ પંચોલીએ સ્થાન મેળવ્યું છે. આ સામાન્ય પરિવારના દિકરાએ તેના માતા-પિતાનું નામ નહીં પરંતુ ચલામલી ગામ, બોડેલી તાલુકો, જિલ્લા તેમજ ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. 

(તસવીરો: ઈરફાન મેમણ, નસવાડી)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...