તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: દલિતો પરના અત્યાચારનો ભારે વિરોધ, કલેક્ટર મામલતદારને આવેદનપત્ર અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: ગીર સોમનાથ જિલ્લાના સમઢીયાળા ગામે અનુસુચિત જાતિના બંધુઓ ઉપર થયેલ અત્યાચારની ઘટનાને ગોધરા નગરનો સમગ્ર હિન્દુ સમાજ કઠોર શબ્દોમાં નિંદા કરે છે. તેમજ ગોધરાના સમગ્ર હિન્દુ સમાજ આવી ઘટનાઓનો સખત વિરોધ કરે છે. આ સાથે હિન્દુ સમાજના અગ્રણીઓ એકત્ર થઇ પંચમહાલ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું. ગીર સોમનાથ જિલ્લાના સમઢીયાળા ગામે અનુસુચિત જાતિના બંધુઓ ઉપર થયેલ અત્યાચારની ઘટનાએ આપણા સમગ્ર હિન્દુ સમાજ માટે અત્યંત દ:ખ તથા પીડા આપનારી ઘટના છે. આ પ્રકારની ઘટનાને ગોધરા નગરનો સમગ્ર હિન્દુ સમાજ કઠોર શબ્દોમાં નિંદા કરે છે. ગૌરક્ષાના નામે જે બંધુઓ સાથે આપ્રકારનો અમાનવીય વ્યવહાર થયેલ છે તે જધન્ય અપરાધ છે આ પ્રકારની વૃતિના લોકોને સખત દંડ થવો જોઇએ તેવુ સમગ્ર હિન્દુ સમાજ માને છે.
ગોધરા હિન્દુ સમાજે પણ ઘટનાની નિંદા કરી
હાલમા જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ દ્વારા ગોધરા નગરમાં સમગ્ર હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતી સંપ્રદાયોના આગેવાનોની બેઠક બોલાવેલ હતી. જેમાં સમાજના અભિન્ન અંગ એવા આપણા અનુસુચિત જાતિના બંધુઓ સાથે અલગ અલગ સમયે બનતી ઘટનાઓ સંપુર્ણ હિન્દુ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને આવી ઘટનાઓના કારણે સમાજમાં સમરસતાનું વાતાવરણ ખુજ ડહોળતુ હોય છે. માટે ગોધરાના સમગ્ર હિન્દુ સમાજ આવી ઘટનાઓનો સખત વિરોધ કરે છે. હિન્દુ સમાજના અગ્રણીઓ એકત્ર થઇ પંચમહાલ જિલ્લાના કલેક્ટર પી.ભારથીને આવેદન આપ્યુ હતું. જેમાં સમગ્ર ઘટના માટે જવાબદાર લોકો ઉપર સરકારી રાહે પગલા લેવામાં આવે અને સખત્તમાં સખત્ત દંડ સજા થાય. ન્યાય પાલિકા હેઠળ તટસ્થ તપાસનીશ અધિકારીઓ દ્વારા ન્યાયિક તપાસ થાય અને લાગતા વળગતા જવાબદારોને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.
મહીસાગર જિ.કલેકટરને આવેદન આપ્યું

ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલીત અત્યાચારના વિરોધમાં મૌન રેલી સાથે મહીસાગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે કથિત ગૌસેવકો દ્વારા દલીત વ્યકિતઓને ઢોર માર મારવાના મુદે મહીસાગર જીલ્લા દલીત આગેવાનોના પ્રતિનિધિ મંડળે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
શહેરા તાલુકામાં માલમતદારને આવેદનપત્ર

શહેરા તાલુકાના ગામોમાં દલીત સમાજ દ્વારા આપેલા સમગ્ર ગુજરાત રાજય બંધના એલાનના પગલે જડબેસલાક બંધ પાડ્યો હતો. સાથે સાથે શહેરા ઉપરાંત તાલુકામાંથી પણ દલીતો ઉપસ્થિત રહી સવારના 11:30 કલાકે રેલી માર્ગો પર ફરી મામલતદાર કચેરીએ પહોંચી હતી. દલીતો ઉપરના અત્યાચારો બંધ કરો અને જય ભીમના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શહેરા માલમતદારને દલીત સમાજના લોકોએ આવેદન આપ્યુ હતુ.
હાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું
ઉના તાલુકાના મોટાસમડીયાળા ગામના દલીત યુવકો ઉપર કહેવાતા ગૌરક્ષકો દ્વારા અત્યાચાર અને માનવ અધિકારી ભોગ બનેલા બનાવમાં તટસ્થ અને ન્યાયીક કાર્યવાહી કરવાની માંગણી સાથે હાલોલ પંથકના દલીત સમાજ દ્વારા એક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ઓબીસી, એસસી એસટી નાગરિક અધિકાર જાગરણ અભિયાન અંતર્ગત એસએસઓ અધિકાર મહાસંઘ હાલોલ એકમના સહયોગમાં આશરે 300 જેટલા લોકોએ આ રેલીમાં જોડાઇને સૂત્રોચ્ચાર કર્યા હતા. બપોર 12 વાગે રેલી મામલતદાર કચેરીએ પહોંચી આવેદન આપ્યુ હતુ. આ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે આ આવેદન આપી જણાવીએ છીએ કે કહેવાતા ઝનુની ગૌરક્ષકો દ્વારા ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલીત યુવકોને માર મારી ગાડીમાં બાંધી ફેરવી પોલીસ સ્ટેશન સામે ક્રુરતાપૂર્વક માર મારી સામંત યુગ નિર્માણ કરેલ છે. આ ઉપરાંત મરેલા પશુઓનો નિકાલ અને સફાઇની સંપૂર્ણ જવાબારી પશુ પ્રેમી અને ગૌભકતોને આપવાની માંગ હતી. પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો