તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી: તબીબ પર થયેલા હુમલામાં 4 અજાણ્યા યુવકો સામે ગુનો દાખલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલોદ ,સંજેલી: સંજેલી નગર ના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી નહીં હોવાના મુદ્દે ચાર અજાણ્યા યુવકોએ ફરજ ઉપરના તબીબ સાથે મારમારી કરી હતી. આ મુદ્દે તબીબ હડતાળ ઉપર બેસી જતાં સમજાવટ બાદ મામલતદારે પારણા કરાવ્યા હતાં. બીજી તરફ પોલીસે તબીબ ઉપર હુમલો કરનારા ચાર અજાણ્યા યુવકો સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા તબીબ હસમુખ રાઠોડ શુક્રવારે સવારે કેન્દ્ર ખાતે ફરજ ઉપર હતા. તે દરમિયાન નગરમાં રહેતા પ્રજાપતિ સંતોષબેનને હડકાયા કૂતરાએ બચકું ભરતા સારવાર માટે આવ્યા હતા ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં હડકાયા કુતરાની રસી ઉપલબ્ધ ન હોવાથી તાલુકા પંચાયત ના પ્રમુખને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર ખાતે મોટી સંખ્યા માં આગેવાનો દોડી આવ્યા હતા. જેમાં તબીબ હસમુખ રાઠોડ પર એકાએક હુમલો કરવામાં આવતા તેઓની આંખના નીચેના ભાગે ઇજા થઇ હતી.
તબીબ પર હુમલો કરાતા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં જ તબીબ હડતાલ પર બેસી ગયા હતા. આ બનાવ બાદ જિલ્લા માંથી અધિકારીઓ ઘટના સ્થળે આવી માહિતી મેળવી હતી. તબીબ હસમુખભાઇએ શનિવારે પણ પોતાની હડતાળ ચાલુ જ રાખતાં અંતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને દોડી આવવું પડ્યું હતું. તેમની સમજાવટથી તબીબે પારણા કર્યા હતાં. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં હુલો કરનારા ચાર અજાણ્યા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હડતાળ સમેટી લીધી છે

આ ઘટના દરમિયાન હું ચોસાલા મુકામે ચાલતા વર્કશોપ માં હતો. આ મામલે માહિતી મળતા સાહેબની સૂચના થી કેન્દ્ર ખાતે ગયો હતો જેમાં ઘટના બાદ ડૉક્ટર હડતાલ બેસી ગયા હતાં. તેઓની માંગ સીસી ટીવી મુકવાની હતી તે સ્વીકારતા શનિવાર ના દિવસે હડતાલ સમેટી લીધી છે.- યુ. સી. લોહારા, અધિકક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર. સંજેલી

તપાસ ચાલી રહી છે

ડૉક્ટર ના હુમલા પ્રકરણ માં ચાર અજાણીયા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તેમજ આ ઘટના માં આગળ ની તપાસ હાલ ચાલી રહી છે. - બી. સી. ચૌહાણ, PSI સંજેલી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો