છોટાઉદેપુર: ગેરકાયદે રેતી ખનન, ખનીજ વિભાગ ત્રાટકતા માફીયાઓ ભાગ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર: છોટાઉદેપુરથી કવાંટ જવાતા માર્ગ પર બ્રીજની નીચે ઓરસંગ નદીમાં કોઈપણ વ્યક્તિને રેતીની લીઝ આપવામાં આવી નથી. છતા પણ રાત્રે 25 થી 30 ટ્રેકટરો ગેરકાયદેસર રેતી ખનન કરવા માફીયાઓ નદીમાં ઉતરી પડે છે. નદી કિનારે આવેલ જાગનાથ મંદિર સુધી ભારે રેતી ખનન થયું છે. કવાંટ જવાતા માર્ગ પર બ્રીજના પણ નીચેથી દેખાવા લાગ્યા છે. મંદિરે આવતા ભક્તોને તકલીફ પડતાં મંદિરન મંહતે જિલ્લા ખાનખનિજ વિભાગના રજુઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને ખાન ખનીજની ટીમે ગેરકાયદે રેતી ખનન કરતાં પર ત્રાતકી હતી પણ માફીયાઓ અંધારાનો લાભ લઇ ભાગી છુટ્યા હતા.

રેતીના મોટા ઢગલાઓ હાલ પણ જોવા મળી રહયા છે

રાત્રે 25 થી 30 ટ્રેકટરો ગેરકાયદેસર રેતી ખનન કરવા નદીમાં ઉતરી પડે છે. આ બ્રીજથી જાગનાથ મંદિર સુધી ભારે રેતી ખનન થયું છે.બ્રીજના પાયા પણ બહાર આવી ગયા છે. છતાં તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી. રેતીના મોટા ઢગલાઓ હાલ પણ જોવા મળી રહયા છે. શ્રાવણ માસ આવશે અનેક ભકતો નદીમાં થઈ જાગનાથ મંદિરે જાય છે. નદીમાં ખાડા પડી ગયા હશે જાગનાથ મંદિરના મહંત આ અંગે ફરિયાદ કરી છે. ખાણ ખનીજ અધિકારી ને આ અંગે ફરિયાદ જતા તા. 16 ના રોજ આખી ટીમ રાત્રીના 8 કલાકે કવાંટબ્રીજ પાસે ઉતારી દીધી હતી. પરંતુ બધા અંધારાનો લાભ લઈ ટ્રેકટર ચાલકો ભાગી ગયા હતા.
અરીઠા-વડદલી વચ્ચે બે મશિન અને ટ્રક જપ્ત

સંખેડા તાલુકાના અરીઠા, વડદલી વચ્ચે ઓરસંગ નદી પટમાંથી લીઝ વિસ્તારની બહાર ચાલતુ રેતીનું બેનંબરી ખોદકામ છોટાઉદેપુર ખાણ ખનિજ ખાતાએ ઝડપી પાડયું હતું. બે રેતી ભરવાના હિટાચી મશીનો અને ટ્રક ઝડપાયા છે. જીપીએસથી માપણી કરાઈ છે. હજુ બુજી વખત સર્વેયરની માપણી થશે. ઓરસંગ નદીમાંથી રેતી ખનન કરનારા માફીયા બેફામ બન્યા છે. તેઓેને કાબુમાં લેવા માટે વિવિધ જાહેરનામા બહાર પાડવાથી લઈને કડકાઈથી નિયમોનું પાલન કરાવવા માટે પ્રયાસ હાથ ધરાયા હોવા આજે વહેલી સવારે જિલ્લા કલેકટર વિજય ખરાડીની સૂચના અને ભૂસ્તરશાસ્ત્રી કે. એમ. પટેલના માર્ગદર્શન મુજબ રેતી નીઝમાં તપાસ ખાણ ખનિજ ખાતાએ કરી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, ખાણ ખનિજ ખાતા દ્વારા હીટાચી મશીન તેમજ એક ટ્રક ઝડપાઈ...
અન્ય સમાચારો પણ છે...