તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળા પ્લાસ્ટિકથી RTO કચેરી ઢાંકી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા: લુણાવાડા એઆરટીઓ  કચેરીમાં આવતા અરજદારો, એજન્ટો, કર્મચારીઓ અને અધિકારીઓ વરસાદી મૌસમમાં શાયરાના અંદાજનો અનુભવ કરી રહ્યા છે. તસવીર જોઈને અચરજ લાગે પણ આપણી જુગાડ ટેક્નોલૉજીની કોઈ ના પહોંચે એવી જ રીતે કચેરીને વરસાદી પાણીથી રક્ષણ માટે કચેરીની છતોને ટપકતી અટકાવવા કચેરી કવર લગાવી દીધું છે.

લોકોના અગત્યના વાહનના દસ્તાવેજો ના પલળે માટે તંત્રએ વિશિષ્ટ પ્લાસ્ટિક કવર કર્યું છે. જો કે લુણાવાડાની એઆરટીઓ  કચેરીમાં આવતા અરજદારોની અનેક ફરિયાદો છે પોસ્ટ દ્વારા લાયસન્સ, આરસી, બુક નથી મળતી જાતે લેવા આવે તો સવારથી સાંજ પડી જાય છે. જો કે આ દ્રશ્ય જોઈને તો એવું લાગે છે કે વરસાદમાં તંત્રએ અરજદારો માટે તૈયાર કરેલ લાઇસન્સ, આરસીબૂકો પલળી તો નથી ગઈ ને ω જો એવું ન હોય તો અરજદારોને પોસ્ટ ઓફિસથી આરટીઓ કચેરી પોતાના અગત્યના દસ્તાવેજ માટે ભટકવું કેમ પડે છે ωજો કે મહી. જિલ્લો જાહેર કર્યા અગાઉ 2012ના વર્ષમાં અત્રે સ્થિત આ સિંચાઇ યોજનાની કચેરીઓ જર્જરિત હાલતમાં હોવાથી ઉપયોગ બંધ કરી તોડી પાડવા દરખાસ્ત કરી હતી.
 
પરંતુ મહીસાગર જિલ્લો જાહેર થતાં વિવિધ કચેરીઓના મકાનના અભાવે અહી કચેરીઓ શરૂ કરાઇ હતી.જેમાંથી બાકીની કચેરીઓ નવીન જિલ્લા સેવા સદનમાં ખસેડાતાં અરજદાર હાલાકી ભોગવી રહ્યા છે.તો બીજી તરફ અત્રેથી પસાર થતાં લોકો કચેરીએ કાળું પ્લાસ્ટિક ઢાંકી કવર બનાવેલ જોઈ કુતૂહલતાથી નિહાળી રહ્યા છે, 
અન્ય સમાચારો પણ છે...