'પાટીદારનો દીકરો છું પણ પાણીદાર છું,રાષ્ટ્રવાદીઓની ટોળીનો સૈનિક છું': ઋત્વિજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા: લુણાવાડામાં નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે અભિવાદન સમારોહમાં સંબોધતા મહીસાગર જિલ્લાને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસમુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો. પાટીદારનો દીકરો છું પણ પાણીદાર છું દરેક સમાજને સાથે લઈને ચાલતાં ભાજપની રાષ્ટ્રવાદીઓ ટોળીનો સૈનિક છું એમ જણાવતા ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદીની સરકારે યુવાનો માટેની વિકાસલક્ષી યોજનાઓ વર્ણવતાં રસાળ શૈલીમાં તેમના પ્રવચનને યુવાઓએ તાળીઓથી વધાવ્યું હતું.
42 પાટીદાર સમાજ ઘર સુધી ભવ્યાતિભવ્ય બાઇક રેલી યોજાઇ

સમારોહ પૂર્વે લુણાવાડા વિશ્રામગૃહથી સભા સ્થળ 42 પાટીદાર સમાજ ઘર સુધી ભવ્યાતિભવ્ય બાઇક રેલી યોજાઇ હતી. માર્ગમાં ઠેર-ઠેર વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ડો.ઋત્વિજ પટેલનું સ્વાગત કરાયું હતું. લૂણેશ્વર ચોકડી પાસે  સરદારપટેલની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરતાં જય સરદાર, ભારત માતા કી જયનો નારો બુલંદ કરતાં  ઉત્સાહનો માહોલ વચ્ચે રેલીના રુટ પર દેશભક્તિની ધૂન સાથે માર્ગ  પર કેસરીયો છવાયો હતો.
 
પાસના કાર્યકરો ભાજપમાં 
 
ડો.ઋત્વિજ પટેલના સમારોહમાં પાસ અને આપના  કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.કોઠંબા પાસ કન્વીનર ચિરાગ પટેલ,ગોરાડા પાસ કન્વીનર ચિંતનભાઈ પટેલ, આપ યુવા કન્વીનર પિંકેશભાઈ પટેલ તથા કોયડમના નિખિલ પટેલ જોડાયા હતાં.
 
સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા
 
રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન, વન વિકાસ નિગમના અધ્યક્ષ કુબેરભાઈ ડિંડોર, માજી સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી, માજી ધારાસભ્યો કાળુભાઇ, રાજેશભાઈ પાઠક, જિ. તા.નાં હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત જિલ્લા યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રભાઈ બારોટ, સંચાલન જેઠાભાઇ, કન્વીનર પ્રા.હર્ષ દવેએ સફળ બનાવી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...