તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા પાલિકા દ્વારા નવો અભિગમ: શ્રીજી વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરા: ગોધરા પાલિકા દ્વારા ગણેશ પ્રતિમા વિસર્જન માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાલાબાગ ટેકરી મેદાનમાં નર્મદેશ્વર કુંડ બનાવવામાં આવ્યુ છે. પર્યાવરણને નુકશાન ન પહોંચે તથા તળાવની સુંદરતા જળવાઇ રહે તે માટે આ કુત્રિમ તળાવમાં મુર્તિનું વિસર્જન કરવામાં આવે તેમ પાલિકા તંત્રએ ભક્તોને અપિલ કરી છે. બીજી તરફ આ તળાવનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે માટે ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા છે.

ગોધરા શહેરના મધ્યમાં આવેલ રામસાગર તળાવમાં પરંપરા મુજબ વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું આસ્થા સાથે વિસર્જન કરાય છે. શહેરની સુંદરતામાં વધારો કરતા તળાવની શોભા વધે તે માટે પાલિકા તંત્ર દ્વારા મુર્તિઓને વિસર્જન માટે કુત્રીમ તળાવ બનાવવા આવ્યુ છે. 10 બાય 5 મીટર અને 1 લાખ પાણીની ક્ષમતા ધરાવતુ કુત્રીમ તળાવ ઉભુ કરવામાં આવ્યુ છે. વધુમાં શ્રીજીની 2 ફુટ ઉંચાઇ સુધીની મુર્તિઓના વિસર્જન માટે લાલાબાગ ટેકરી મેદાનમાં નર્મદેશ્વર કુંડ નગર પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે. જેથી આવી નાની મુર્તઓનું આ કુત્રીમ તળાવમાં વિસર્જન કરવામાં આવે તેવી અપલ કરવામાં આવી છે.

કૃત્રિમ તળાવમાં મુર્તિ વિર્સજિત કરે

તળાવનું પાણી પ્રદુષીત ન થાય માટે બે વર્ષથી કુત્રીમ તળાવમાં વિસર્જન કરાય છે. વધુ ને વધુ ભક્તો ઉપયોગ કરે તો પર્યાવરણ માટે ફાયદો થાય આ કુત્રિમ તળાવમાં મુર્તિ વિસર્જિ કરે. - એ.આર.પાઠક, ચીફ ઓફીસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો