નાકટીમાં આંગણવાડી બિસ્માર અને જર્જરિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર: ધાનપુર તાલુકાના નાકટી ગામમાં નિશાળ ફળિયા અને સુથાર ફળિયામાં આવેલી બંને આંગણવાડી બિસ્માર અને જર્જરીત અવસ્થામાં છે. બન્ને આંગણવાડીઓના છતના પોપડા ખરી પડ્યા છે અને છતમાં નાખેલ સળીયાઓ બહાર સ્પષ્ટ દેખાય છે અને હાલમાં વરસાદની સિઝનમાં છતમાંથી પાણી પણ ટપકી રહ્યું છે.
 
હાલમાં આવતા આ આંગણવાડીમાં બાળકોને ક્યાં બેસાડવા તે આંગણવાડી કાર્યકર માટે માથાના દુખાવા સમાન છે. નાસ્તો કે જમવાનું તૈયાર થાય ત્યારે બાળકોને તેડાવીને નાસ્તો આપીને બાળકોને રવાના કરી  દેવામાં આવે છે.મકાન ધરાશાઇ થાય તો નવાઇ નહી અને બાળકોની જાન જોખમમાં  મુકીને આંગણવાડીના કર્તાહર્તા મકાનમાં બેસાડવા માંગતા નથી.
અન્ય સમાચારો પણ છે...