દિવડાકોલોની: સંતરામપુર વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કડાણા તાલુકાના દિઁવડાકોલોની ખાતે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહની સભા યોજાઇ હતી. જયાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી પર પ્રહાર કરતાં કહયુ હતુ કે જયારથી ઉતરપ્રદેશમાં નગર પાલીકાની ચુંટણીના પરિણામ આવ્યા ત્યારથી રાહુલ બાબા ગુજરાતમાં ઓછા દેખાય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી પ્રજા માટે અનેક યોજનાઓ કરવામાં આવી હતી.
જયારે કોંગ્રેસ દ્વારા બકરા અને કુકડાની યોજના આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે, હું તમારા ગઢ અમેઠીમાં તમે કેટલો વિકાસ કર્યો, અમેઠીમાં અત્યાર સુધી કલેકટરની ઓફીસ ન હતી હમણા બે મહિના પહેલા હું કલેકટર કચેરીનું ખાતમુર્હુત કરીને આવ્યો છુ. અમેઠીના 13672 લોકો ગુજરાતમાં રોજગારી મેળવવા માટે આવેલા છે. હું જયારે ગુજરાતમાં ગૃહમંત્રી હતો ત્યારે તમારા વિસ્તારમાં આદિવાસી ભાઇઓ માટે જાતિના દાખલાના પ્રશ્નો લઇ જે.પી.પટેલ અને કુબેરભાઇ મારી પાસે આવ્યા હતા. નર્મદા યોજના મારા જન્મ પહેલાની સ્થાપના હતી. જેથી ઉંચાઇ નરેન્દ્ર મોદી સાહેબના સાશનમાં શરુ કરવામાં આવી.
રાહુલભાઇ ગુજરાતમાં આવી ગુજરાતના વિકાસનો હિસાબ માંગે છે ત્યારે આદિવાસી ભાઇઓને 13 લાખ એકર જમીન આપવામાં આવી. નરેન્દ્ર મોદી દ્વારા પાછલા સાડા ત્રણ વર્ષમાં 106 યોજનાઓ લાવવામાં આવી. અમિત શાહ દ્વારા છેલ્લે હું રાહુલ બાબાને પુછા માંગુ છુ કે પાછલા વર્ષમાં તમે શું કામો કર્યા, અમિત શાહ દ્વારા અયોધ્યા મંદિર મુદ્દે કહયુ કે કોંગ્રેસ મંદિરના નિર્માણ અંગે હંમેશા રોડા નાંખતા આવ્યા છે. રાહુલ બાબા શું અયોધ્યા મંદિર બનાવવા માંગે છે કે નહી તે અંગે જવાબ આપે.
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.