અજમેર બ્લાસ્ટમાં નિર્દોષ છુટેલા શખ્સનું છ વર્ષે પરિવાર સાથે મિલન, આવ્યા હર્ષના આંસુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા/ગોધરા: વર્ષ 2007માં રાજસ્થાનના અજમેર દરગાહમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલા મુકેશ વસાણીની તા.8 માર્ચના રોજ એસઆઇટીની કોર્ટમાં નવ વર્ષે નિર્દોષ છુટકારો થયો હતો. શહેરા ભાજપાના કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.મુકેશનું પરીવાર સાથે લાબાં સમય બાદ મિલન થતાં હર્ષના આસુ આવી ગયા હતા.
 
2007માં રાજસ્થાનમાં બોંબ વિસ્ફોટ થયો હતો
 
વર્ષ 2007માં રાજસ્થાન રાજયના પ્રસિદ્ધ અજમેરમં આવેલી દરગાહ શરીફમાં બોંબ વિસ્ફોટ થયો હતો. જેમાં પંચમહાલ જીલ્લાના ગોધરાના રહીશ મુકેશ વસાણીની સંડોવણી તપાસ દરમ્યાન બહાર આવી હતી. જેમાં કેસ એસઆઇટી કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં વાદ પ્રતિવાદ બાદ લગભગ નવ વર્ષે આનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી એસઆઇટીની કોર્ટમાં મુકેશ વસાણી સાથે પ્રજ્ઞા ઠાકોર તથા અન્ય સાત જણા હતા. 
 
એકનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થયુ છે. અને છ જણાને નિર્દોષ છુટયા 
 
જેમાંથી ત્રણને સજા થઇ હતી. જેમાં એકનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થયુ છે. અને છ જણાને નિર્દોષ છુટયા હતા. ત્યારે તા.8 માર્ચના રોજ નિર્દોષ સાબીત થતા મુકેશ વસાણી ગુરુવારના રોજ જયપુરથી ગોધરા તરફ જતા શહેરા ધારાસભ્યની કચેરીએ તેઓનું ભાજપા કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં ભરતભાઇ પટેલ, પ્રદિપભાઇ, મહેશભાઇ, વાસુભાઇ, જીજ્ઞેશભાઇ સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.

છ વર્ષ ઉપરાંત પરીવાર સાથે મિલન થતા વાતાવરણ ગમગીન બન્યું હતું  
 
2007માં અજેમરની દરગાહ બોમ્બ બ્લાસ્ટમાં મુકુશ વસાણીનું નામ આવતા એટીએસ દ્રારા તેની ગોધરામાંથી 2010માં ઘરપકડ કરીને જેતે સમયે જયપુર ખાતે લઇ ગઇ હતા. જયપુર કોર્ટમાં લાબાં સમય સુઘી ચાલેલા કેસનો તાજેતરમાં ચુકાદામાં ગોધરાનો મુકેશ વસાણીને કોર્ટે નિદોર્ષ જાહેર કર્યો હતો.જેની જાણ ગોધરા ખાતે થતા  હિન્દુવાદી સંગઠનો તથા તેમના પરીવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ગુરુવારના રોજ મુકેશ વસાણી ગોધરા ખાતે આવતા વિવિધ સગઠણોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મુકેશનું પરીવાર સાથે લાબાં સમય બાદ મિલન થતાં હર્ષના આસુ આવી ગયા હતા.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...