બોડેલી: ધો.10ની પરિક્ષા આપવા જવા માટે 80 કિલો વજન ધરાવતો અદનાન નાસીપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી: બોડેલીના સામાન્ય પરિવારનો એક દિવ્યાંગ બાળક કેજેને ધો.7 પછી ભણવાનું બંધ કર્યું હતું પણ તેની ભણવાની ઇચ્છાએ બે વર્ષ પછી ફરી ધો.10ની બોર્ડ પરિક્ષા એકસ વિધાર્થી તરીકે આપવા માટે ફોર્મ ભર્યું પણ તેની બેઠક વ્યવસ્થા બોડેલીની બદલે છોટાઉદેપુર ફાળવાતા વિધાર્થી સહીત તેના મા-બાપ નારાજ જોવા મળી રહ્યાં છે.
 
ધો.7 પછી તેને રોગ વધુ વકરતાં અભ્યાસ છોડી દીધો હતો
 
અલીપુરાની ગોપાલ ટોકીઝ પાસે રહીને ગોળી-બિસ્કીટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વસીમભાઇ ખત્રીને ત્રણ સંતાનો પૈકી બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં પંદર વર્ષનો અદનાન હાલ 80 કિલો કરતાં પણ વધુ વજન ધરાવે છે. તેને છુપો રોગછે જે જવલ્લેજ જોવા મળે છે. વડોદરા પણ તેની તબીબી સારવાર કરી પણ આવા રોગી લાખમાં એકાદ હોવાનું તબીબે કહયું હતું. ધો.7 પછી તેને રોગ વધુ વકરતાં અભ્યાસ છોડી દીધો હતો.
 
ધો.10ની પરિક્ષા X વિધાર્થી તરીકે આપવાનું નકકી કર્યુ
 
ગરીબ પરિવારના મોભી પિતા વસીમભાઇ માટે ઘર ચલાવવું કે અદનાન માટે દવાખાનાનો ખર્ચ ઉપાડવો તેની સમજ પડતી નહતી. તેઓ ઓછું ભણેલાં છે પણ દુનિયામાં તેમના સંતાનો પાછા નપડે માટે ત્રણેય સંતાનોને ભણાવવા હતા. ધો.7 પછી અભ્યાસ છોડેલાં અદનાન બેવરસ પછી હાલ ધો.10ની પરિક્ષા એકસ વિધાર્થી તરીકે આપવાનું નક્કી કર્યુ અને ઓનલાઇન ફેાર્મ ભરીને બોડેલી કેન્દ્ર માંગ્યું પણ તેને છોટાઉદેપુર કેન્દ્ર મળયું છે. 
 
છોટાઉદેપુર લઇ જવો આર્થીક અને અન્ય રીતે પિતા માટે કપરૂં છે
 
અદનાનના ભારેખમ શરીરને લીધે તેને ઘરમાંજ આમતેમ કરવો કઠીન છે ત્યારે તેને પરિક્ષા માટે છોટાઉદેપુર લઇ જવો આર્થીક અને અન્ય રીતે પિતા માટે કપરૂં છે. અદનાનનું સપનું રોડાય નહી અને તેની ભણવાની ધગશ જોતાં પિતાએ સહારો આપયો છે. ત્યારે સરકારી તંત્ર પણ આવા વિધાર્થી માટે સહારો બને અને બોડેલી કેન્દ્રમાં વ્યવસ્થા કરાય તેવી માંગ છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...