તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના સર્વેયર પાસે રૂા.6.80 કરોડની અપ્રમાણસર મિલકત, એસીબીનું સર્ચ ઓપરેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: ગોધરા શહેરમાં નગર નિયોજનની કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા હરીશ વણઝારા સામે 4.12 કરોડ ઉપરાંત અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાયા બાદ એસીબીની ટીમ દ્વારા શુક્રવારની સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તેના પાર્વતી નગરના નિવાસ સ્થાન, વણઝારા પાર્ટી પ્લોટ, કાકણપુર સ્થિત ગ્રીન હાઉસ સહિતના સ્થળો ઉપર ચકાસણી કરતા વધુ 2.70 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આમ તેની પાસેથી 6.80 કરોડ અપ્રમાણસર મિલકતો મળી આવી હતી.

4.12 કરોડની મિલકતનો ગુનો નોંધાયા બાદ વધુ 2.70 કરોડની મીલકત મળી

લાંચ રૂશ્વત વિરોધી શાખાના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા શહેરમાં નગરનિયોજનની કચેરીમાં સર્વેયર તરીકે અને હાલમાં સુરત ખાતે આવેલી નગર નિયોજનની કચેરીમાં પ્લાંનિગ વર્ગ- 3 તરીકે ફરજ બજાવતા હરીશકુમાર ગોવિંદભાઇ વણઝારા દ્વારા તા. 1 એપ્રિલ 2007 થી 30 જૂન 2016 સુધી મજકુરની પગાર તથા અન્ય આવકો મળી કુલ રૂપિયા 49,97,396 થાય છે. જેમાં ખર્ચ રૂપિયા 28,81,311 બાદ કરતા સંભવિત બચત 21,16,085 છે. તેમ છતા તેઓએ ઓછી બચતમાં તેઓનું પાર્વતીનગર ખાતે આવેલ સોસાયટીનું મકાન, વણઝારા પાર્ટી પ્લોટ, દોડપા તળાવ પાસે, અમી આર્કેટમાં દુકાનો, ખેતી લાયક જમીન, પ્લોટ મળી રૂપિયા 4,12,06,537 અપ્રમાણસર રોકાણ ખર્ચ થાય છે.

એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ

આમ આવક કરતા 824.56 ટકા જેટલી અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવાનુ જણાઇ આવ્યુ હતું. જેથી એસીબી દ્વારા શૂક્રવારની સવારથી હરીશ વણઝારાના નિવાસ સ્થાન, પાર્ટી પ્લોટ સહિતના સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. સવારથી જ અલગ અલગ બે ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સર્ચ દરમિયાન વધુ 2 કરોડ 70 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. અંદાજે 12 કલાક જેટલા સમય સુંધી તપાસ આરંભવામાં આવી હતી. આ ઉપરાંત એસીબી ટીમ દ્વારા વણઝારા પાર્ટી પ્લોટમાંથી 28 થી વધુ એસી, કાકાણપુરમાં 3 ગ્રીન હાઉસ સહિતના સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ હતું.
આગળની સ્લાઇડમાં વાંચો, ગોધરાના મકાનમાં 2 લાખની મિલકત મળી.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો