તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ખૂટતી નવી આંગણવાડીની યોજના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા: સંખેડા ખાતે શુક્રવારે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી નિર્મલાબેન વાઘવાણી ઔપચારિક મુલાકાતે આવ્યા હતા. સંખેડા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત બાદ તેઓએ સંખેડાના વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચરની કલાકારીગીરી નિહાળી હતી.ખૂટતી આંગણવાડીઓ મનરેગા યોજનામાં બનશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

 સંખેડા તાલુકાના લોટીયાના મનરેગા ડિરેક્ટર ઉર્મિલાબેન રશ્મિકાંત વસાવા સાથે ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી નિર્મલાબેન વાઘવાણી સંખેડા તાલુકા પંચાયતની મુલાકાતે આવ્યા હતા.સંખેડા તાલુકા પંચાયતમાં નિર્મલાબેન વાઘવાણીએ તાલુકામાં ચાલી રહેલી આંગણવાડીના કામોની સ્થિતિની માહિતી મેળવી હતી.દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વરસની ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં જે નવી આંગણવાડી બનવાની છે એ મનરેગા દ્વારા બનવાની છે. અને એ મુજબ ગાઇડ લાઇન કામગીરી ચાલુ થઇ ગઇ છે.

 સંખેડા તાલુકા પંચાયત બાદ મંત્રીએ સંખેડાના વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચરની કલાકારીગીરી નિહાળી હતી. સંખેડાના આ વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચરની કલા કારીગીરી નિહાળવા ઉપરાંત આ ફર્નિચર કેવી રીતે બને છે એની માહિતી પણ આ ફર્નિચર બનાવનાર કારીગરો પાસેથી મેળવી હતી. આ સમયે સંખેડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરૂણાબેન તડવી, જિ.પં.સભ્યો નીતીનભાઇ શાહ, રશ્મિકાંત વસાવા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...