તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા:વિરણીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, 3,82,300નો મુદામાલ જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા: મહીસાગર જીલ્લા એલસીબીએ લુણાવાડા પાસે આવેલ વીરણીયા ચોકડી પાસેથી વિદેશીદારુ તથા કાર મળી રૂ.3,82,300નો મુદામાલ ઝડપી પાડયો હતો.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.અમીનની સુચના અને માર્ગદર્શન હેઠળ મહિસાગર જીલ્લા એલસીબી પીઆઇ સી.સી.ખટાણાની ટીમ લુણાવાડા પાસેના વિરણીયા ચોકડી પર પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન સ્વિફટ ગાડી શંકાસ્પદ આવતી હતી. જેથી પોલીસ દ્વારા કારને ઉભી રખાઇ હતી. જોકે પોલીસને જોઇ ચાલક નાસી જવામાં સફળ રહયો હતો. બીજી તરફ ગાડીમાં તપાસ કરતા મોટાપ્રમાણમાં વિદેશીદારુનો જથ્થો જોવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેમાં પોલીસ દ્વારા ગણતરી કરવામાં આવતા બોટલ નંગ 943 રૂ.1.12 લાખ તથા કાર રૂ.2.70 લાખ મળી કુલ રૂ.3,82,300નો મુદામાલ ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફરાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો