તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ: ગાડી રોકવાનો પ્રયાસ કરતા ટોલ કર્મચારીને અડધો કિ.મી ઢસડ્યો, ઘટના CCTVમાં કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ : વડોદરાથી કાર લઇને આવતા કારચાલકને હાલોલ ટોલપ્લાઝા પાસે ચેકિંગ માટે ગાડી રોકવાનો પ્રયાસ કરનાર કર્મચારીને અડધો કિ.મી.ઢસડી જતાં કર્મચારીઓ પાછળ દોડ્યા હતા. કર્મચારીઓએ ગાડી રોકી ગાડીના કાચ તોડી ચાલકને મેથી પાક આપતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરાથી માતાને કારને બેસાડીને કાર ચાલકને ટોલનાકાના કર્મચારીએ ગાડી રોકવાને ઇશારો કર્યો હતો. પરંતુ ગાડી ન ઊભી રાખતાં આ કર્મચારી આગળના માગે બોનેટ પર પકડીને લટકી જતાં તેને છેક સીએનજી પંપ સુધી લઈ ગયો હતો. ટોલનાકાના કર્મચારીઓ પીછો કરી કાર ચાલકને માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ટોલનાકાના કર્મચારીએ અને કાર ચાલકે સામસામે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી હતી. દરમ્યાન મધ્યસ્થીઓએ સમાધાન કરાવી પોલીસ ફરિયાદ નહીં કરવા સમજાવતાં મામલો પોલીસ મથકમાં શાંત થઇ ગયો હતો.
મને ગડદાપાટુનો માર માર્યો હતો
હું મારી મમ્મીને વડોદરાથી સારવાર કરાવી હાલોલ પરત આવી રહ્યો હતો. ત્યારે સર્વિસ રોડ પર ચારથીપાંચ જેટલા કંપનીના કર્મચારીઓએ મારા ઉપર હુમલો કરી મારી ગાડીના કાચ તોડી મને ગડદાપાટુનો માર માર્યો હતો. - જૈનીશ ત્રિવેદી, કાર ચાલક
એક કિ.મી. સુધી ઢસડતાં મને ઈજા થઇ
અમે ટોલ રોડ પર ચેકિંગમાં ઉભા હતા. એ વખતે કારને ઉભી રાખવવાની કોશિષ કરતા કાર ચાલકે કાર મારી ઉપર ચલાવી હતી. મે કારનું બોઇનેટ પકડી લેતા તે અડધો કિ.મી.સુધી ઘસડી ગયો હતો.- હીંમાશું પરમાર, ટોલ કર્મચારી
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો