તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વિમિંગ મેરેથોન/ ગોધરામાં 12 સ્વિમરો 5 દિવસમાં 480 કિમી અંતર કાપી વર્લ્ડ રેકોર્ડ બનાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

* 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ સુધી સ્વિમિંગ કરીને અનોખી સિદ્ધી પ્રાપ્ત કરશે

 

ગોધરા:  વિકલાંગ એટલે કે શારીરિક ક્ષતિ ધરાવતો વ્યક્તિ. સામાન્ય માણસના મનમાં વિકલાંગ એટલે આવી છાપ હોય છે, ત્યારે આ જ વિકલાંગ વ્યક્તિ સામાન્ય માણસ પણ ન કરી શકે તેવું કરી કરી જાય તો કેવી નવાઈ લાગે નહિ. આવું જ એક કારનામું પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા કનેલાવ સ્પોર્ટ્સ સંકુલમાં 12  દિવ્યાંગ વ્યક્તિઓ એ શરૂ કરી છે. જેમાં દેશના વિવિધ શહેરોના દિવ્યાંગ વ્યક્તિઓ આગામી ૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસને લઇને આજથી ૫ દિવસ સુધી સતત સ્વિમિંગ કરીને વિશ્વ વિક્રમ નોંધાવશે, આ વિશ્વ વિક્રમની નોંધ લેવા માટે લીમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના અધિકારીઓ પણ પાંચમા દિવસે ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે હાજર રહેનાર છે,તેઓ વિશ્વ વિકલાંગ દિવસે આ રેકોર્ડ નોંધાવશે, ત્યારે આજે પંચમહાલ જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલની ઉપસ્થિતિમાં આ સ્વિમિંગ ઇવેન્ટ શરૂ કરાઇ હતી.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકલાંગોને દિવ્યાંગ ઉપનામ આપ્યું છે, ત્યારે આજે ઇવેન્ટમાં ભાગ લઈને 12 દિવ્યાંગ સ્વિમરોએ સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે. 
ગોધરા ખાતે આયોજિત આ ઇવેન્ટમાં ભાગ લેનાર દિવ્યાંગો આંતર રાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની કેટલીક તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે, તેઓ તેમાં પણ કેટલીક મોટી સિદ્ધિ મેળવી ચૂક્યા છે, ત્યારે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, રોટરી કલબ ગોધરા અને અચિવર્સ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ના સહયોગથી આજે વધુ એક સિદ્ધિ મેળવવા માટે આજે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

 

પાંચ દિવસમાં 480 કિલોમીટર જેટલું અંતર કાપશે


સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સ્વીમીંગ પુલમાં એક દિવ્યાંગ સ્વીમર એક કલાક સ્વીમીંગ કર્યું હતુ઼.બાદમાં બીજો સ્વીમર એક કલાક સ્વીમીંગ કર્યું હતું. આમ 12 દિવ્યાંગો 12 કલાક સ્વીમીંગ ગુરુવારે કર્યું હતુ઼. આમ ચોવીસ કલાક સતત સ્વીમીંગ કરીને 3 ડિસે. વિશ્વ દિવ્યાંગ દિવસ સુધી સ્વીમીંગ કરીને અત્યારનો નોધાયેલો વર્લ્ડ રેકોર્ડ 12 સ્વીમરો પોતાના નામે કરશે. એક દિવ્યાંગ સ્વીમર સ્પર્ધામાં એક કલાક સ્વીમીંગકરીને સ્વીમીંગ પુલમાં 4 કી.મી જેટલું અતર કાપ્યું હતું.આમ બાર સ્વીમરો 5 દિવસમાં 480 કિ.મી અંતર કાપીને લીમકા તથા ગ્રીનીજ વલ્ડ રેકોર્ડમાં નામ રોશન કરશે.

અન્ય સમાચારો પણ છે...