તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેકેટ/ ગોધરામાં લિંગ પરીક્ષણનું રેકેટ ઝડપાયું, તબિબ હોસ્પિટલને તાળું મારીને ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંગ પરીક્ષણ ઓપરેશનમાં ત્રણની ધરપકડ - Divya Bhaskar
લિંગ પરીક્ષણ ઓપરેશનમાં ત્રણની ધરપકડ

*  ગોધરા-સંતરોડમાં ગર્ભ પરીક્ષણ કરાવતી સંતરોડની નર્સ એજન્ટ હતી

*  મોટા ભાગની ગર્ભવતીઓ રતલામ તથા મંદસૌરથી: હોમને તાળા માર્યા

* ગેરકાયદે લિંગપરીક્ષણ કરવાના ડોકટર 7 હજાર લેતા હતા

 

ગોધરા: ગોધરામાં ગર્ભ પરિક્ષણ થતુ હોવાના બાતમીના આધારે રાજસ્થાન પોલીસ તથા સ્વાસ્થ્ય અધિકારીઓની ટીમ સંતરોડ આવી હતી. સંતરોડની નર્સ દ્વારા ડમી પેશન્ટ સાથે ગોધરાની મેટરનિટી હોમમાં લીંગ પરીક્ષણ કરાવ્યું હતું. બાદમાં ગર્ભ પરીક્ષણના ગુનામાં સંતરોડની નર્સને પકડીને જતી ટીમ પોલીસ ટીમ પર સંતરોડ ખાતે હુમલો કર્યો હતો. રાજસ્થાનની ટીમે ગોધરાના મન્હા મેટરીનીટી હોમ ખાતે તપાસ કરવા આવતાં ડોકટર ફરાર થઇ જતાં રાજસ્થાન ટીમે મેરટનીટી હોલને તાળા માર્યું હતુ. જયારે પકડાયેલી નર્સે ગોધરા અને સંતરોડ ખાતેની મેટરનીટી હોસ્પિટલોમાં મધ્યપ્રદેશના પેશન્ટોનું લીંગ પરીક્ષણ કરાવ્યું હોવાની કબુલાત કરી હોવાનું રાજસ્થાનના પોલીસે જણાવ્યું હતું.ત્યારે ગર્ભ પરીક્ષણ જેવા ગંભીર ગુના ગોધરામાં ચાલી રહયા છે તો જિલ્લા આરોગ્ય વિભાગ કયારે કડક કાર્યવાહી કરશે તે હવે દેખવાનું રહેશે. 

 


રાજસ્થાન પોલીસ તથા સ્વાસ્થય ટીમ દ્વારા બાતમીના આધારે ડમી પેશન્ટ લઇને સંતરોડ લીંગ પરીક્ષણના ઓપરેશન માટે આવ્યા હતા. સંતરોડ ખાતેથી સોનલબેન ખટવાણીએ કવિતાબેન ખીમાણીની મદદગારીથી લીંગ પરીક્ષણ કરવા ગોધરાની મન્હા મેટરનીટી હોમના ડોકટર વસીમ મન્સુરી ત્યાં કરાવ્યું હતું. આમ ગેરકાયદે લીંગ પરિક્ષણ કરવાના ગુનામાં સોનલબેન તથા ગાડીના ડ્રાઇવર તથા મન્સોરના ડોકરટની ઘરપકડ રાજસ્થાન પોલીસે કરી હતી. જયારે રાજસ્થાનની ટીમ ગોધરા ખાતેના મન્હા મેટરનિટી હોમ ખાતે 

 

પહોચતાં ફોકટર વસીમ મન્સુરી ફરાર થઇ ગયો હતો. રાજસ્થાન ટીમે મન્હા મેટરનિટી હોમના તાળા ઉપર બીજી તાળું મારીને રાજસ્થાન જવા નીકળ્યા હતા. રાજસ્થાન ટીમ પર સંતરોડના બ્રીજ પાસે ટોળાએ હુમલો કરતાં રાજસ્થાન પોલીસે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. જયારે પકડાયેલી સોનલબેને રાજસ્થાન લઇ જઇને તેની પુછપરછ કરતાં ચોકાવનારી માહિતી આપતા મળી આવી હતી. ગોધરા 5તથા સંતરોડ 2 ની મેટરનીટી હોસ્પીટલ માં એજન્ટ તરીકે કામ કરીને ગેરકાયદેસર લીંગ પરિક્ષણ કરાતી હોવાની કબુલત કરી હોવાનુ઼ રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું. જયારે ગોધરાની તન્હા મેટરનીટી હોમની પંચમહાલ જિ્લલા આરોગ્ય ટીમે સોનોગ્રાફી મશીનને સીલ કરવા આવી હતી. પણ રાજસ્થાન ટીમે સોનાગ્રાફી મશીન વાળા રૂમમાં તાળું માર્યું હોવાની ફક્ત રીપોટીંગ કરીને આગળની કાર્યવાહી કરી હતી.જયારે તન્હા મેટરનીટી હોમનો ડોકટર વસીમ મન્સુરી ફરાર થઇ ગયો છે.

 

 

લિંગ પરીક્ષણ ઓપરેશનમાં ત્રણની ધરપકડ


મધ્યપ્રદશે રહેતી અને બાદમાં સંતરોડ ખાતે રહેવા આવેલી સોનલબેન ખટવાણી રતલામ અને મંદસૌરના પેશન્ટોને ગોધરા તથા સંતરોડ બોલાવીને લીગપરિક્ષણ કરાવી આપતી હતી. જેમાં ગોધરાની 5 મેટરનીટી હોસ્પીટલ તથા સંતરોડ ખાતે આવેલી 2 મેટરનીટી હોસ્પીટલ માં લીગ પરીક્ષણ કરવા પેશન્ટોને લઇને ગેરકાયદેરસ લીંગ પરીક્ષણ કરાવી આપતી હોવાની પુછપરછમાં કબુલાત કરી હતી. અને આ લીગપરીક્ષણ ઓપરેશનમાં ઘરપકડ કરેલી ત્રણ ઇસમોને ચિતોડગઢ જેલ માં ધકેલી દીધા છે અને ગોધરા અને સંતરોડની વધુ મેટનીટી હોસ્પીટલનો આવનારા સમયમાં પર્દાફાશ કરીશું.- શ્રીરામ મહાદેવ બડસરા પ્રસાદ, પીસીએનડીટી ઓફ બ્યુરો ,રાજસ્થાન પોઇ

અન્ય સમાચારો પણ છે...