તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Halol News Vaishnavav Took Advantage Of The Story On The Third Day Of The Three Day Krishnilila Charitramitra Story In Halol 022528

હાલોલમાં ત્રિ-દિવસીય કૃષ્ણલીલા ચરિત્રામૃત કથાના ત્રીજા દિવસે વૈષ્ણવોએ કથાનો લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત નારાયણ નગર ખાતે ચાલી રહેલી ત્રિ-દિવસીય શ્રી કૃષ્ણલીલા ચરિત્રમૃત કથાના ત્રીજા અને અંતિમ દિવસે ગોસ્વામિ રાજેશકુમારજી મહારાજ, ગોસ્વામિ કૃષ્ણકુમારજી મહારાજ તથા હાલોલ અને આજુબાજુ ગામના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા અને કથા નો લાભ લીધો હતો.

છેલ્લા ત્રણ દિવસ થી ચાલી રહેલી શ્રી ક્રુષ્ણલીલા ચરિત્રમૃત કથા માં કુંજેશકુમાર મહારાજે પોતાના સ્વકાંઠે આગવી શૈલી ભગવાન શ્રીકૃષ્ણ માં જન્મ થી લઈ 12 વર્ષ સુધી વ્રજ માં વિવિધ બાળ લીલા કરી અને સર્વ લીલા ઑ ને મનુષ્ય જીવન સાથે જોડવામાં આવી છે. તે અંગેનું મહત્મય ત્રણ દિવસ માં કથા સ્વરૂપે વૈષ્ણવોમાં પિરસ્યુ હતું. આચાર્ય ભગ્વંતે કથામાં મુખ્ય ભાર બાળકો અને યુવાનો ને અત્યારથીજ ભક્તિ માર્ગ માં દોરવા જાણવામાં આવ્યું હતું. જેથી આવનાર પેઢી ધાર્મિક સત્સંગ ભક્તિ માં જોડાયેલુ રહે. કથાના ત્રીજા અને અંતિમ દિવસે કુંજેશકુમાર મહારાજે પોતાના સ્વકાંઠે આગવી શૈલીમાં કથાનું રસ પણ કરાવતા ગિરિરાજજીનો બડો મનોરથ, વ્રજની ચોર્યાસી કોષની વ્રજ પરિક્રરમાં.તથા છપ્પનભોગ દર્શન મહોત્સવનો પ્રસંગ દર્શાવતા કથા મંડપ ગોકુળમય,તથા વ્રજભૂમંડલ બની ગયું હતું. ગિરિરાજજી મહોત્સવ મહાત્મય સાથે વ્રજની પરિક્રમા

...અનુ. પાન. નં. 2

હાલોલના ગોધરા રોડ સ્થિત નારાયણ નગર ખાતે ચાલી રહેલી ત્રિ-દિવસીય શ્રી કૃષ્ણલીલા ચરિત્રમૃત કથાના ત્રીજા અને અંતિમ દિવસે વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા. તસવીર મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...