સુખસરમાં હત્યારા યુવાનોની ટોળાને સોંપણી ન કરાતાં પથ્થરમારો કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામે પ્રમિકા ઉપર નજર બગાડનારા મિત્રની બે મિત્રોએ મંગળવારની સાંજે ગળુ દબાવીને હત્યા કરી દીધા બાદ કૂવામાં ફેંકી દીધો હતો. બુધવારના રોજ હત્યામાં શામેલ યુવકોને પોતાને સોંપી દેવાની ટોળાની માગ નહીં સંતોષાતા પથ્થરમારો કરાયો હોવાનું સપાટી ઉપર આવ્યુ છે. પથ્થમારો કરનારા આઠ પૈકી બેની ધરપકડ કરાઇ છે.

ફતેપુરા તાલુકના નાનાબોરીદા ગામના કલ્પેશભાઈ ડામોરની તેના મિત્રો હરીશ અને રાકેશ દ્વારા ગળુ દબાવ્યા બાદ હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેવાઇ હતી. બુધવારે પોસ્ટ મોર્ટમ બાદ હત્યાનો ખુલાસો થતાં પોલીસે ગુપ્ત રીતે તપાસ આદરી આ બંને યુવકોની અટકાયત કરી હતી. આ બંનેને પોલીસ મથકે લવાયા હતાં. આ દરમિયાન જ હત્યાની વાત લીક થઇ જતાં ટોળુ પોલીસ મથકે ધસી આવ્યુ હતું. આ બંને યુવકોને સોંપી દેવાની માગ કરી હતી. જોકે, માગ નહીં સંતોષાતા પોલીસ મથક ઉપર પથ્થમારો કરી દેવાયો હતો. ટોળુ પોલીસ મથકમાં ઘુસીને યુવકોને લઇ ન જાય તે માટે પોલીસ મથકના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ મામલે
...અનુ. પાન. નં. 2

પો. મથકમાં ઘૂસીને યુવાનોને ખેંચી જવાની દહેશતે દરવાજા બંધ કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...