તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Devgadh Baria News Thirty Two Thousand Liquor Bottles Of Bhathwada Toll Nakake Were Taken In The Car 022649

કારમાં સાવલી લઇ જવાતો 31 હજારનો દારૂ ભથવાડા ટોલ નાકે ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા ઉપર એક કારનું ચેકિંગ કરવામાં આવતાં તેમાંથી 31 હજાર રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ અને બિઅરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરનારા બોરખેડા ગામના બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે દારૂ આપનાર અને સાવલીથી આગળ કલ્યાણપુરા ગામના દારૂ મંગાવનાર બૂટલેગર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માિહતી અનુસાર, દાહોદ તાલુકાના બોરખેડા ગામના રાબડીયા ફળિયાના રહેવાસી કિર્તનભાઇ રમસુભાઇ માવી અને બાબુભાઇ સુરસિંગભાઇ માવી જીજે05-એન-5421 નંબરની સફેદ રંગની મારૂતિ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતાં.

ત્યારે દેવગઢ બારિયા પોલીસે બાતમીના આધારે સવારના 11.45 વાગ્યાના અરસામાં આ કારને ભથવાડા ગામના ટોલનાકા ઉપર રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથીવિદેશી દારૂની કાંચ અને પ્લાસ્ટિકની બોટલો તેમજ બિઅરના ટીન મળીને કુલ 326 બોટલો મળી આવી હતી. 31160 રૂપિયાના જથ્થો જપ્ત કરવા સાથે પોલીસે કિર્તન અને બાબુની ધરપકડ કરીને તેમની પાસેથી બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતાં.

જાલાભાઇ નામક એક યુવક મોટરસાઇકલ ઉપર દારૂનો જથ્થો આપી ગયો હતો અને આ જથ્થો સાવલી ગામથી આગળ કલ્યાણપુરા ગામમાં રહેતાં નારાયણ ખોડો નામક યુવકે મંગાવ્યો હોવાનું બંનેએ પુછપરછ દરમિયાન પોલીસને જણાવવા સાથે બંનેના ફોન નંબર પણ આપ્યા હતાં. કોન્સ્ટેબલ અયુબ સિમોનભાઇની ફરિયાદના આધારે ચારેય સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...