તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dahod News The Families Of Our Family Are Eaten By Saying That The Houses Were Ransacked 022134

અમારા કુટુંબના માણસોને ખાઇ જાય છે કહી ઘરોની તોડફોડ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર તાલુકાના લીલીઆંબા ગામમાં વૃદ્ધ મહિલા ડાકણ હોવાનું માનીને ટોળાએ તેના ઘરે હુમલો કર્યો હતો. વૃદ્ધા તેમજ તેના પાડોશમાં રહેતા લોકોના ઘરોની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના મામલે ઘાયલ થયેલી 65 વર્ષિય વૃદ્ધાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 21 લોકોના ટોળા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરીવામાં આવી છે.

ધાનપુર તાલુકાના લીલીઆંબા ગામના આંબા ફળિયામાં રહેતી 65 વર્ષિય મડીબેન બચુભાઇ ભુરિયાના ઘરે ગામમાં રહેતા લોકોના ટોળાએ મારક હથિયારો સાથે ધસી આવીને સાંજના 7.30 વાગ્યાના અરસામાં

...અનુ. પાન. નં. 2

કોની સામે ગુનો નોંધાયો
લીલીઆંબા ગામે રહેતાં ભુરિયા પરિવારના ખાતરા, નવલા, મંગળિયા, કાળુ, તીતરિયા, સકરા, ભલા, ગોરધન, સુરતાન, ભારૂ, પાંગળા, રમેશ, લક્ષ્મણ, નરીયા, કમલેશ, ભયજી, માવસિંહ, કનીયા, શનીયા, દીનેશ અને પાંગળા સામે અંધશ્રદ્ધામાં હુમલો કરવા બદલ ગુનો દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...