તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sukhsar News The Body Of A 14 Year Old Girl Was Recovered From A Well In Bhatodi Village 073602

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીતોડી ગામમાં કૂવામાંથી 14 વર્ષીય કિશોરીની લાશ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરા તાલુકાના ભુીતોડી ગામની બે દિવસથી ગુમ થયેલ ૧૪ વર્ષીય કિશોરીની લાશ ૯ જાન્યુઆરીના રોજ ગામના કૂવામાંથી મળી આવતા ચકચાર વ્યાપી છે.

ફતેપુરા તાલુકાના ભીતોડી ગામના કીડીયા ભાઈ સવલાભાઈ પારગી ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવે છે.જેઓ ૭ જાન્યુઆરી-૨૦૨૦ ના રોજ તેમના પત્ની સાથે સુખસર ખાતે ઘર સામાન લેવા માટે ગયેલ હતા. જ્યારે તેમની ધોરણ-૯માં સુખસર નુતન વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી 14 વર્ષિય કાજલબેન ઘરે એકલી હતી. ત્યારબાદ કીડીયાભાઈ તથા તેમના પત્ની સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઘરે ગયેલ તેવા સમયે કાજલબેન ઘરે નજરે પડેલ નહીં. જેથી તેની આસપાસમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.

ત્યારબાદ સગા સંબંધીઓમાં અને પરિચિતોમાં પણ ભાળ મેળવવા છતાં કોઇ ભાળ મળી ન હતી. જેથી ૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કાજલબેન ગુમ થઈ હોવા બાબતે કાજલબેનના પિતા દ્વારા સુખસર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ કાજલબેનની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન ગુરૂવારના રોજ કાજલબેનનો મૃતદેહ તેના મકાનથી થોડે દૂર આવેલ કૂવાના પાણી ઉપર તરતો હોવાનું નજરે પડતા પરિવારજનોમાં રોક્કળ મચી જવા પામી હતી. સુખસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પંચનામા બાદ કુવામાંથી બહાર કાઢી પી.એમ.અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં

...અનુ. પાન. નં. 2

ભીતોડી ગામે કૂવામાંથી મળી આવેલ કિશોરીની લાશ. : તસવીર લક્ષ્મીકાંત પંચાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો